જુઓ અક્ષય કુમારની ફિલ્મ 'કઠપુતળી'નું ટ્રેલર રિલીઝ
મુંબઈ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર
અક્ષય કુમારની તાજેતરની ફિલ્મ 'રક્ષાબંધન' બોક્સઓફિસ પર ફ્લોપ થઈ છે. ત્યારબાદ હવે અક્ષય કુમારે નિર્ણય કર્યો છે કે, તે પોતાની આગામી ફિલ્મને થિયેટરમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ લઈને આવશે. 'મિશન સિંડ્રેલા' જે હવે 'કઠપુતળી' બની ચૂકી છે તેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અક્ષય કુમારની 'કઠપુતળી'નું ટ્રેલર જોઈને તમે તેની કહાની અને પ્લોટનો અંદાજો લગાવી શકો છો. તે એક સીરિયલ કિલર અને પોલીસ તપાસની કહાની છે જેમાં અક્ષય કુમાર વર્દીમાં નજર આવી રહ્યા છે.
'કઠપુતળી'ની કહાની
'કઠપુતળી'ની કહાની(Cuttputlli Story)ની શરૂઆત હિમાચલના કસૌલીથી થાય છે. જ્યાં સીરિયલ કિલર ખૂબ જ ચતૂરાઈથી બે મર્ડર કરી ચૂક્યો છે અને ત્રીજા મર્ડરની પણ ધમકી આપી દીધી છે. કિલર એટલો દુષ્ટ છે કે, તે પબ્લિક પ્લેસમાં જ બોડી છોડી દે છે. તે મર્ડરરની તલાશની જ આ કહાની છે. મેકર્સે ટ્રેલરમાં હત્યારાને લઈને કોઈ પણ પ્રકારની હિન્ટ નથી આપી.
આ જ પોઈન્ટ દર્શકોમાં સૌથી વધુ ઉત્સુકતા વધારે છે. આ ટ્રેલરમાં પોલીસવાળાની ભૂમિકામાં અક્ષય કહે છે કે, કિલરને પકડવા માટે પાવર નહીં પરંતુ માઈન્ડ ગેમ રમવી પડે છે.
કેવું છે 'કઠપુતળી'નું ટ્રેલર
'કઠપુતળી' (Cuttputlli)નું ટ્રેલર સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે. સમગ્ર ટ્રેલરમાં સસ્પેન્સ વધારતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાય છે, જ્યારે અક્ષય કુમારનો લુક પણ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ જોવા મળ્યો છે. અક્ષયે પણ પોતાના અભિનયને અલગ અંદાજમાં રજૂ કર્યો છે.