Entertainment

અજયની દ્રશ્યમ થ્રીની રીલિઝ ડેટ નક્કી, મોહનલાલની ઘોષણા બાકી

By GS TEAM
23 Dec 20251 min read
અજયની દ્રશ્યમ થ્રીની રીલિઝ ડેટ નક્કી, મોહનલાલની ઘોષણા બાકી

- મલયાલમનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે

- હિંદી પહેલાં મલયાલમ વર્ઝન રીલિઝ કરાશે તેવી જાહેરાત અગાઉ થઈ ચૂકી છે

મુંબઇ : અજય દેવગણની હિંદી 'દ્રશ્યમ થ્રી'ની રીલિઝ ડેટ જાહેર કરી દેવાઈ છે. જોકે, મોહનલાલની મલયાલમ 'દ્રશ્યમ થ્રી'ની રીલિઝ ડેટની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. 

અજય દેવગણની હિંદી ફિલ્મ આગામી બીજી ઓક્ટોબરે રીલિઝ કરાશે તેવી જાહેરાત કરાઈ છે. મોહનલાલના ચાહકોને આશા છે કે તેની મલયાલમ ફિલ્મની રીલિઝ ડેટ હવે વહેલી તકે જાહેર કરાશે. 

અગાઉ એવી ચર્ચા હતી કે આ વખતે હિંદી અને મલયાલમ વર્ઝન એક જ દિવસે રીલિઝ કરવાનું  પ્લાનિંગ થઈ રહ્યું છે. જોકે, મલયાલમ વર્ઝનના ડિરેક્ટર જીતુ જોસેફે આ ચર્ચા ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે કરાર મુજબ મલયાલમ ફિલ્મ જ પહેલાં રીલિઝ થશે. તેના બે મહિના પછી જ હિંદી કે અન્ય ભાષાનાં વર્ઝન રીલિઝ થઈ શકશે.