Entertainment

અજય સિદ્ધાંત અને મોહિતને હિરો તરીકે લઈ ફિલ્મ બનાવશે

By GS TEAM
17 Aug 20251 min read
અજય સિદ્ધાંત અને મોહિતને હિરો તરીકે લઈ ફિલ્મ બનાવશે

- ફિલ્મ સીધી ઓટીટી પર જ રીલિઝ થશે

- ફિલ્મ રાઈટર નેહા શર્મા ડિરેક્શનમાં ડેબ્યૂ કરશે પિરિયડ ડ્રામા ફિલ્મનું ઓક્ટોબરથી શૂટિંગ

મુંબઈ: અજય દેવગણ પ્રોડયૂસર તરીકે એક પિરિયડ ડ્રામા ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મના હિરો તરીકે સિદ્ધાંત ચતુર્વેદી તથા મોહિત રૈનાને સાઈન કરવામાં આવ્યા છે. 

'તેરે બિન લાદેન' તથા 'ઝોયા ફેક્ટર' જેવી ફિલ્મોની રાઈટર નેહા શર્મા આ ફિલ્મ દ્વારા સ્વતંત્ર રીતે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે. ફિલ્મ ૧૯૪૫ આસપાસની ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ કરાયું નથી. જોકે, તેનું શૂટિંગ આગામી ઓક્ટોબર માસથી શરુ કરી દેવામાં આવશે. ફિલ્મની બાકીની કાસ્ટ આગામી દિવસોમાં જાહેર થાય તેવી સંભાવના છે. અજયને આ ફિલ્મમાં એક રોલ ભજવવા  કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થવાની હોવાથી તેમાં કામ કરવાની ના પાડી હતી. જોકે, બાદમાં ફિલ્મનો સ્ટોરી આઇડિયા પસંદ પડતાં તે આ પ્રોજેક્ટમાં પ્રોડયૂસર તરીકે જોડાયો છે.