અજય દેવગણ રૂપેરી પડદે શ્રિયા શરણ સાથે ફરી જોડી જમાવશે
- જોકે તેઓ પતિ-પત્ની તરીકે ફ્લેશ બેક સ્ટોરીમાં જોવા મળશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 08 જૂન 2020, સોમવાર
એસએસ રાજમોલીની આગામી ફિલ્મ આરઆરઆરમાં અજય દેવગણ સાથે શ્રિયા શરણ જોડી જમાવાની છે. જોકે હાલ લોકડાઉન દરમિયાન તે તેના પતિ સાથે વિદેશ છે અને શૂટિંગ માટે તે ભારત આવશે. હાલમાં શ્રિયાએ પોતાના રોલ વિશે માહિતી આપી હતી.
શ્રિયાએ જણાવ્યું હતુ કે, તે આ ફિલ્મમાં અજય દેવગણની પત્નીના રોલમાં જોવા મળશે. જે ફ્લેશ બેક સ્ટોરી હશે અન ેતેમાં ઘણા ફીલ્ડગુડ સીન્સ હશે. તે શૂટિંગ માટે ભારત આવશે. આ પહેલા પણ અજય અને શ્રિયા ફિલ્મ દ્રશ્યમમાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ મહત્વના રોલમાં જોવા મળવાની છે, આ ફિલ્મ સાથે તે દક્ષિણની ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરશે.