અજય દેવગણ ગલવાન ઘાટીમાં ભારત-ચીનના તનાવ પર ફિલ્મ બનાવશે
- ફિલ્મના ટાઇટલ સાથે જ સ્ટારકાસ્ટ જાહેર કરાશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 જુલાઈ 2020, શનિવાર
અજય દેવગણે પોતાની આગામી ફિલ્મને લઇને ઘોષણા કરી છે. લદાખની ગલવાન ઘાટીમાં થયેલા ભારત-ચીન તનાવ પર અજય દેવગણ ફિલ્મ બનાવાનો છે.
ફિલ્મના ટાઇટલ સાથે જ સ્ટારકાસ્ટની ઘોષણા કરવામા ંઆવશે.
ફિલ્મને લઇને મળેલી જાણકારીના અનુસાર,અજય દેવગણ આ ફિલ્મમાં ૨૦ ભારતીય સેનાના જવાનોના બલિદાન દર્શાવશે. જેમણે ચીની સેનાનો મુકાબલો કર્યો હતો. ફિલ્મનું નામ અને કાસ્ટ અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મને અજય દેવગણ અને સેલેક્ટ મીડિયા હોલ્ડિંગ એલએલપી પ્રોડયુસ કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન લદાખ સીમા પર ૧૫-૧૬ જુનના ગલવાન ઘાટીમાં બન્ને દેશોમાં સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા.