અજય દેવગણે પોલીસની કામગીરીના વખાણ કરતો વીડિયો શેર કર્યો
- મુંબઇ પોલીસે આની પ્રતિક્રિયા રૂપે ફિલ્મી સ્ટાઇલમાં ઉત્તર આપ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.9 એપ્રિલ 2020, ગુરુવાર
સોશિયલ મીડિયા પર અઢળક વીડિયો વાયરલ થતા હોય છે, પણ તાજેતરનો મુંબઇ પોલીસનો વીડિયો લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. અજય દેવગણે હાલની કફોડી પરિસ્થિતિમાં જે રીતે પોલીસ ફરજ બજાવી રહી છે, તેના વખાણ કરતો એક વીડિયો શેર કર્યો. જેની પ્રતિક્રિયા રૂપે મુંબઇ પોલીસે પણ રસપ્રદ ઉત્તર આપ્યો છે.
સિંઘમ, ગંગાજલ જેવી ફિલ્મોમાં પોલીસની ભૂમિકા નિભાવી ચુકેલા અજય દેવગણે તાજેતરમાં પોલીસ પર એક વીડિયો શેર કર્યો.કોરોના વાયરસના પ્રકોપ સામે જે રીતે મુંબઇ પોલીસ કાનૂની વ્યવસ્થા જાળવી રહી છે, તે બાબતે અજયે તેમના વખાણ કર્યા છ.ે તેઓ પોતાના પરિવારને હાલ ભૂલી જઇને પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. અજયે તેમના વખાણ કર્યા હતા.
મુંબઇ પોલીસે અજય દેવગણની આ પોસ્ટનો જવાબ ફિલ્મી સ્ટાઇલમાં લખ્યો છે. જે વાંચીને સોશિયલ મીડિયા પર લોકો વખાણ કર્યા છે.
મુંબઇ પોલીસે લખ્યું છે કે, ડિયર સિંઘમ, અમે એજ કરી રહ્યા છીએ જે હાલના સમયમાં ખાખીએ કરવું જોઇએ.જેથી પરિસ્થિતિ કાબુમાં આવે અને પહેલાની જેમ બધુ સામાન્ય થઇ જાય. જેમ પહેલા મુંબઇ હતું તેમ, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ.
મુંબઇ પોલીસના આ ઉત્તરે સોશિયલ મીડિયા પ ર તરખાટ મચાવ્યો છે અને યુઝર્સ વખાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અજય દેવગણે કોરોના સામેના જંગ માટે લડવા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લોયીસને રૂપિયા ૫૧ લાખની આર્થિક સહાય આપી છે.