app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

'સિંહ આતંક મચાવે છે અને ઘાયલ સિંહ તબાહી': 'Singham Again'થી અજય દેવગણનું ફર્સ્ટ લુક રિલીઝ

Updated: Nov 21st, 2023


Image Source: Twitter

- આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અન્ય મોટા સ્ટાર્સ પણ નજર આવશે

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર

રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈન લાંબા સમયથી ચર્ચામાં છે. તે રોહિત શેટ્ટી અને અજય દેવગણની સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે. પરંતુ આ વખતે સિંઘમ અગેઈન ધમાલ મચાવશે કારણ કે, આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અન્ય મોટા સ્ટાર્સ પણ નજર આવશે. ફિલ્મ સાથે સબંધિત તેમના લુક પણ રિલીઝ થઈ ચૂક્યા છે. હવે સિંઘમ અગેઈની અજય દેવગણનું લુક રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. જેને જોઈને એક્ટરના ચાહકો અને સિંઘમ ફ્રેન્ચાઈઝીનો પસંદ કરનારા દર્શકોની ઉત્સુકતા વધી જશે. 

સિંઘમ અગેઈનથી અજય દેવગણના લુકને ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં અજય દેવગણ સિંઘમ અવતારમાં નજર આવી રહ્યો છે. બીજી તરફ તેની સાથે એક સિંહનો પડછાયો પણ નજર આવી રહ્યો છે. અજય દેવગણના આ લુકને શેર કરતા રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું કે, સિંહ આતંક મચાવે છે અને ઘાયલ સિંહ તબાહી! દરેકનો મનપસંદ પોલીસવાળો બાજીરાવ સિંઘમ પાછો આવી ગયો છે!


સિંઘમ અગેનનો અજય દેવગનનો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ટરના ચાહકોને પોસ્ટરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સિંઘમ અગેઈનમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર નજર આવશે. હાલમાં જ આ તમામ કલાકારોના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા.

સિંઘમ અગેઈનની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ટક્કર અલ્લુ અર્જુનની પુષ્પા 2 સાથે થશે. 


Gujarat