Entertainment

પર્સનાલિટી રાઈટ્સ જાળવવા માટે ઐશ્વર્યા રાયની હાઈકોર્ટમાં અરજી

By GS TEAM
10 Sep 20251 min read
પર્સનાલિટી રાઈટ્સ જાળવવા માટે ઐશ્વર્યા રાયની હાઈકોર્ટમાં અરજી

- અમિતાભ, જેકી , અનિલ સંરક્ષણ મેળવી ચૂક્યા છે

- પોર્ન સાઈટ્સ પર પણ તસવીરોઃ સંબંધિત વેબસાઈટ્સને કન્ટેન્ટ દૂર કરવા આદેશ અપાશે

મુંબઇ : ઐશ્વર્યા રાયે તેના પર્સનાલિટી રાઈટ્સનાં સંરક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ઐશ્વર્યાની મંજૂરી વિના તેના નામ, અવાજ , તસવીરો વગેરેનો કમર્શિઅલી દુરુપયોગ કરતી સાઈટ્સને આ કન્ટેન્ટ હટાવવા આદેશ આપવા માટે સંમતિ દર્શાવી છે. જસ્ટીસ તેજસ કારિયાની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે તે વિવિધ વેબસાઈટ્સને આ સામગ્રીી દૂર કરવા  માટે જરુરી નિર્દેશો આપશે.  ઐશ્વર્યાએ તેના વકીલો મારફતે અરજી કરતાં જણાવ્યું હતું કે અનેક વેબસાઈટ્સ પર તેનાં નામ, તસવીરો, વિડીયો, અવાજ વગેરેનો તેની સંમતિ વિના કમર્શિઅલી ઉપયોગ થઈ રહ્યો છે. આ રીતે તેના પર્સનાલિટી રાઈટ્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેની મોર્ફ કરાયેલી ઈમેજીસ તથા વિડીયો પણ કેટલીય પોર્નસાઈટ્સ પર દર્શાવાઈ રહ્યા છે. ઐશ્વર્યાના વકીલોએ કહ્યું હતું કે કોઈની જાતીય ઈચ્છાઓ સંતોષવા માટે ઐશ્વર્યાની તસવીરો તથા વિડીયોનો દુરુપયોગ થઈ રહ્યો છે. 

અગાઉ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર તથા  જેકી શ્રોફ  પણ પોતાના પર્સનાલિટી તથા પબ્લિસિટી રાઈટ્સનાં જતન માટે આ પ્રકારની અરજી કરી  હાઈકોર્ટમાંથી યોગ્ય આદેશ મેળવી  ચૂક્યા છે. અનિલ કપૂરના તકિયા કલામ 'જક્કાસ'ના કમર્શિઅલ ઉપયોગ પર હાઈકોર્ટે પ્રતિબંધ  મૂક્યો હતો.