Entertainment

અહાનની નવી ફિલ્મ વિવાદાસ્પદ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે

By GS TEAM
29 Sep 20251 min read
અહાનની નવી ફિલ્મ વિવાદાસ્પદ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે

- અહાનને એક્શન સ્ટાર તરીકે રજૂ કરવાનો દાવો

- 'સુલતાન' બનાવનાર અલી અબ્બાસ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં માટે કાનૂની કેસોના ભરડામાં

મુંબઇ: 'સૈયારા'ની સફળતાથી સાતમા આસમાન પર આવી ગયેલા અહાન પાંડેને નવી ફિલ્મ ભારે વિવાદાસ્પદ બનેલા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે  મળી હોવાનું કહેવાય છે. 

અલી અબ્બાસ ઝફર 'સુલતાન' જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છે પરંતુ તાજેતરમાં તેમણે બનાવેલી 'બડે મિયાં છોટે મિયાં' અતિશય ફાલતુ પુરવાર થઈ હતી. અક્ષય કુમાર જેવો સ્ટાર હોવા છતાં આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર ધબડકો થયો હતો. એટલું જ નહિ ફિલ્મના નિર્માતા વાસુ ભગનાનીએ અલી અબ્બાસ પર ફિલ્મના બજેટનો દુરુપયોગ કરવા તથા  મની લોન્ડરિગ સહિતના આરોપો પણ મૂકયા હતા. અલી અબ્બાસે વાસુ ભગનાની પર ક્રૂનાં પેેમેન્ટ બાકી હોવાના આરોપો મૂક્યા હતા. અલી અબ્બાસ ઝફર હવે આ વિવાદોની પરવા  ન હોય તેમ યશરાજ  ફિલ્મસ સાથે નવી ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓ અહાનને એક રોમેન્ટિક હિરો જ નહિ પરંતુ એક એક્શન સ્ટાર તરીકે પણ રજૂ કરશે. જોકે, 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા બે એક્શન સ્ટાર્સ અને જંગી બજેટ હોવા છતાં અલી અબ્બાસ ઝફર કશું ઉકાળી શક્યા ન હતા તેવુું સમીક્ષકોનું કહેવુું છે.