Entertainment
અગત્સ્ય નંદાની બિગ સ્ક્રીન ડેબ્યૂ ફિલ્મ ઈક્કિસની રીલિઝ ઠેલાઈ
By GS TEAM
24 Aug 20251 min read

- બીજી ઓક્ટો.ને બદલે હવે નવે. અંતમાં રજૂ થશે
- કાંતારા ચેપ્ટર વન તથા સની સંસ્કારી કી તુલસી કુમારી સાથે ટક્કર ટાળી
મુંબઈ: અમિતાભ બચ્ચનના દૌહિત્ર અગત્સ્ય નંદાની બિગ સ્ક્રીન પરની પહેલી ફિલ્મ 'ઇક્કિસ'ની રીલિઝ ડેટ પાછળ ઠેલાઈ છે.
આ ફિલ્મ હવે આગામી તા. બીજી ઓક્ટોબરને બદલે નવેમ્બર માસના અંતમાં રજૂ થશે.
તા. બીજી ઓક્ટોબરે 'કાંતાર ચેપ્ટર વન' તથા 'સની સંસ્કારી કી તુલસી કુમારી' આ બે ફિલ્મો રીલિઝ થઈ રહી છે.
આ બંને ફિલ્મો વચ્ચે અગત્સ્યની ફિલ્મ સેન્ડવીચ થઈ જાય તેમ હોવાથી તેની રીલિઝ ડેટ બદલવામાં આવી છે.
'ઈક્કિસ' ૧૯૭૧ના યુદ્ધના વીર નાયક અરુણ ખેત્રપાલની બાયોપિક છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે, હવે નવેમ્બરમાં 'ઈક્કિસ'નો મુકાબલો જુનૈદ ખાન તથા સાઈ પલ્લવીની ફિલ્મ 'એક દિન' સાથે થવાનો છે.









