Adnaan Shaikh: એક્ટર, યૂટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અદનાન શેખ લગ્ન બાદ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં જ અદનાને ગર્લફ્રેન્ડ આયશા શેખ સાથે નિકાહ કર્યા છે. તેમના વેડિંગ ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અદનાનના નિકાહના ગણતરીના જ દિવસો બાદ તેની બહેને તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે. અદનાનની બહેને તેના વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. બહેનનો આરોપ છે કે, અદનાને તેના લગ્ન પહેલા મારી સાથે મારપીટ કરી હતી. જ્યારે હું મારા બીમાર માતા-પિતાને મળવા ગઈ હતી તો મને ઢસેડીને બહાર કાઢી મૂકી હતી.
હિંદુ છોકરીને મુસ્લિમ બનાવી નિકાહ કર્યા
બહેન ઈફતે એવો પણ આરોપ લગાવ્યો છે કે, અદનાનની પત્નીનનું સાચું નામ રિદ્ધિ છે. અદનાને એક હિંદુ છોકરીને મુસ્લિમ બનાવીને તેની સાથે નિકાહ કર્યા છે. પત્નીનું નામ રિદ્ધિથી બદલીને આયેશા રાખી દેવામાં આવ્યું છે. હવે અદનાન પર લાગેલા આ તમામ આરોપો પર તેનો બેસ્ટ ફ્રેન્ડ અને બિગ બોસ OTT 3 નો કન્ટેસ્ટન્ટ રહેલ વિશાલ પાંડેએ પ્રતિક્રિયા આપી છે.
અદનાન પર લાગેલા આરોપો અંગે પૂછવામાં આવતા વિશાલ પાંડેએ કહ્યું કે, મારી તેની સાથે વાત નથી થઈ. મને આ અંગે કંઈ ખબર નથી. જો મને કંઈ ખબર હોત તો હું કંઈક કમેન્ટ કરત. બીજી વાર મળીશું તો જરૂર જણાવીશ. અદનાન સાથે છેલ્લી વખત લગ્નમાં જ વાત થઈ હતી. હું તેને સારી રીતે મળ્યો હતો.


