વોર ટુની દુર્ગતિ જોતાં જ આદિત્ય ચોપરા પોતાની આગામી ફિલ્મમાં સુધારા-વધારાના પ્રયાસમાં

- આલિયા ભટ્ટ સાથેની આલ્ફા પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ન જાય તે માટે ફેરફાર
મુંબઇ : ટાઇગર શ્રોફ અને જુનિયર એનટી આરની વોર ટુએ બોક્સઓફિસ પર દાટ વાળી દીધો છે. આ ફિલ્મ ફાયદાકારક કલેકશન કરશે તેવી નિર્માતાથી લઇને દર્શકો સુધીની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે. ફિલ્મ હજી સુધી પોતાનું બજેટ પણ કાઢી શકી નથી. વોર ટુની બોક્સઓફિસ પર દુર્ગતી જોતાં જ આદિત્ય ચોપરા પોતાની આગામી ફિલ્મ અલ્ફાની વાર્તામાં ફેરફાર કરી રહ્યો હોવાની ચર્ચા છે.
મળેલારિપોર્ટના અનુલાપસ વાયઆરએફ સ્પાય યુનિવર્સનીઆગામી ફિલ્મ અલ્ફાની સ્ક્રિપ્ટ પર ફરી કામ કરી રહ્યો છે. અલાફામાં સુધાર લાવવા માટે આદિત્ય ચોપરા પોતે રસ લઇ રહ્યો છે. તે ફિલ્મના સ્ક્રીનપ્લે અને એગ્ઝીક્યૂશનમાં મોટા બદલાવ કરી રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વાયઆરએફ એગ્ઝીક્યૂવ્સ શિવ રવૈલ જેવા અનુભવી ડાયરેકટર પણ હાલ વિશ્વાસ રાખવાનું જોખમ ખેડવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે. અલ્ફામાં આલિયાભટ્ટ અને શરવરી વાઘ લીડ રોલમાં છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.








