38 વર્ષીય અભિનેત્રીએ હજુ લગ્ન નથી કર્યા, કહ્યું - બે ત્રણ મહિનાથી વધારે તો ટકતા નથી...
Zareen Khan: અભિનેત્રી ઝરીન ખાને 2010માં સલમાન ખાનની ફિલ્મ 'વીર' થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેનું ફિલ્મી કરિયર લાંબું ન ચાલ્યું. અભિનેત્રીની પ્રોફેશનલ લાઈફ તો વધુ સક્સેસફુલ ન જ રહી પરંતુ બીજી તરફ તેની પર્સનલ લાઈફ પણ સારી ન રહી. અભિનેત્રી ઝરીન 38 વર્ષની છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. તે સિંગલ છે. તાજેતરમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લગ્ન વિશે પોતાનો ઓપિનિયન આપ્યો હતો.
લગ્ન કરીને હું યુવાન થઈ જઈશ?
અભિનેત્રીને એક યુઝરે કોમેન્ટ કરી હતી કેસ 'લગ્ન કરી લો વૃદ્ધ થઈ રહી છે.' આ કોમેન્ટનો રિપ્લાઈ આપતા ઝરીને કહ્યું કે, 'તો શું લગ્ન કરીને હું યુવાન થઈ જઈશ? મને એ નથી સમજાતું કે શું આ માત્ર આપણા દેશમાં જ થાય છે કે પછી યૂનિવર્સલ સમસ્યા છે કે લગ્ન જ દરેક સમસ્યાનું સમાધાન છે.'
અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'એક વ્યક્તિ જે પોતાની જવાબદારી લેવા માટે જ સક્ષમ નથી તેના પર તમે એક બીજી વ્યક્તિની જવાબદારી થોપી દો, તો તે પોતાનું જીવન પણ ખરાબ કરશે અને સામે વાળાનું જીવન પણ ખરાબ કરશે. જો બાળક પોતાના કંટ્રોલમાં ન રહે તો પણ એવું કહેવામાં આવે છે કે, દીકરી હવે આપણા હાથમાંથી નીકળી ગઈ છે. તો હવે તેનું પણ સોલ્યુશન એ જ હશે કે લગ્ન કરાવી દો એટલે બધુ બરાબર થઈ જશે.'
લગ્ન બે-ત્રણ મહિનાથી વધારે ટકતા નથી
અભિનેત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, 'હાલના સમયમાં તો લગ્ન બે-ત્રણ મહિનાથી વધારે ટકતા નથી. તો પછી લગ્ન દરેક સમસ્યાનું સમાધાન નથી.'