લગ્નના 4 વર્ષ બાદ માતા બની જાણીતી એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actress Shireen Mirza Welcomed Newlyborn Son At Home: 'યે હૈ મોહબ્બતે' ફેમ એક્ટ્રેસ શિરીન મિર્ઝા હાલમાં પોતાની મધરહૂડ જર્ની એન્જોય કરી રહી છે. શિરીને 9 જૂનના રોજ દીકરાને જન્મ આપ્યો છે. લગ્નના 4 વર્ષ બાદ માતા બનવા પર એક્ટ્રેસની ખુશીનું ઠેકાણું નથી. તે દરેક ક્ષણને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કરી રહી છે. શિરીન અને તેનો પતિ હસન સરતાજ હવે જન્મના 16 દિવસ પછી પોતાના રાજ કુમારને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યા છે. એક્ટ્રેસે નવી પોસ્ટમાં પોતાના નાના દીકરાને હોસ્પિટલથી ઘરે લઈ જતા સ્પેશિયલ મોમેન્ટ્સની ઝલક દેખાડી. શિરીન મિર્ઝા પોતાના લાડલાને ઘરે લઈ જતી વખતે ખૂબ જ ખુશ નજર આવી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
કપલે ઘરમાં પોતાના બેબી બોયનું ગ્રાન્ડ વેલકમ કર્યું. હસન સરતાજ પોતાના દીકરાને લાડ કરતો દેખાઈ રહ્યો છે. દીકરાને જોતા તે ઈમોશનલ દેખાઈ રહ્યો છે. સ્પેશિયલ પોસ્ટ સાથે શિરીને કેપ્શનમાં લખ્યું કે, 'પહેલી વાર અમારા બેબીને ઘરે લાવી રહ્યા છીએ. તે એક અદ્ભુત, સુંદર લાગણી છે. બધી પ્રાર્થનાઓ, ઈમોશન્સ અને ગ્રેટિટ્યૂડ બાદ અમે આખરે એક સાથે ઘરે જઈ રહ્યા છીએ. અમારો નાનો રાજકુમાર સ્વસ્થ, ખુશ અને અમારા હાથમાં સુરક્ષિત છે. અમે એની જ કામના કરી શકતા હતા. ઘર પહેલા ક્યારેય આટલું કમ્પ્લીટ નહોતું લાગ્યું.'
એક્ટ્રેસે તાજેતરમાં જ નામ રિવીલ કર્યું હતું
શિરીને તાજેતરમાં પુત્રનું નામ પણ રિવીલ કર્યું હતું. એક્ટ્રેસે પોસ્ટમાં પુત્રની ઝલક બતાવતા કહ્યું હતું કે, અમે અમારા લાડલાનું નામ હમઝા સરતાજ રાખ્યું છે. ચાહકો એક્ટ્રેસના નાના રાજકુમારને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે.









