Get The App

55 વર્ષથી બોલિવૂડમાં છું છતાં જોઈએ એવું કામ નથી મળતું: ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડશે જાણીતી અભિનેત્રી?

Updated: Apr 29th, 2025

GS TEAM

Google News
Google News
Seema Pahwa


Seema Pahwa planning to quit Bollywood: દિગ્ગજ અભિનેત્રી સીમા પાહવા 5 દશકથી વધુ સમયથી ભારતીય સિનેમા જગતમાં છે. આ સમય દરમિયાન, તેમણે થિયેટરથી ટેલિવિઝન અને સિનેમાથી ઓટીટી સુધીની સફર જોઈ છે. સીમાને હંમેશા તેના અદ્ભુત અભિનય કૌશલ્ય માટે પ્રશંસા મળી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા વિષે વાત કરી હતી. 

સીમા પાહવાએ બોલિવૂડ વિશે કહ્યું...

મીડિયા સાથેની વાતચીતમાં સીમાએ કહ્યું, 'મને લાગે છે કે ટૂંક સમયમાં મારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નમસ્તે કહેવું પડશે. ઈન્ડસ્ટ્રીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અથવા મારે એમ કહેવું જોઈએ કે તેમણે ઈન્ડસ્ટ્રીના ક્રિએટીવ લોકોની હત્યા કરી છે. તે સંપૂર્ણપણે બિઝનેસમેનના હાથમાં આવી ગઈ છે. તેઓ બિઝનેસ માઈન્ડથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જીવંત રાખવા માંગે છે. આથી મને લાગતું કે અમારા જેવા જે લોકો વર્ષોથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તેઓ ટકી શકશે.'

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બિઝનેસમેનના હાથમાં આવી ગઈ છે: સીમા પાહવા

આ અંગે સીમાએ વધુમાં કહ્યું કે, 'ઈન્ડસ્ટ્રીએ કલાત્મક મૂલ્યને બાજુ પર રાખ્યું છે. હું સમજી શકું છું કે તેઓ પૈસા કમાવવા માંગે છે અને કદાચ તેમને અમારા જેવા લોકોની જરૂર નથી. તેઓ અમને વૃદ્ધ લોકો કહે છે અને તેઓ કહે છે કે આપણી વિચારસરણી ખૂબ જૂની થઈ ગઈ છે. અમારો મત છે કે એક અભિનેતા જ ફિલ્મ ચલાવી શકે છે. જ્યારે તેમના મતે, ફિલ્મો વ્યાપારી બાબતોથી ચાલે છે.'

ફિલ્મોમાં હવે એ સન્માન અને કામ નથી મળતું જેના અમે હકદાર છીએ 

સીમાએ કહ્યું, 'જો તમે ઓછા બજેટની સારી ફિલ્મ બનાવો છો, તો 5 માંથી 2 ફિલ્મ સફળ થશે. પરંતુ તે જૂના ફોર્મ્યુલાને વળગી રહેવા માંગે છે. OTT ની પોતાની સમસ્યાઓ છે. આથી મેં મારી જાતને થિયેટર તરફ વાળી. મને નથી લાગતું કે આપણને ફિલ્મોમાં એ સન્માન અને કામ મળશે જેના આપણે હકદાર છીએ. મેં ઇન્ડસ્ટ્રીમાં 55 વર્ષ આપ્યા છે પણ જો કોઈ આવીને કહે કે બીજા કોઈએ મારા કરતાં 5 વર્ષ વધુ આપ્યા છે તો દિલને દુઃખ થાય છે. મને ખૂબ દુઃખ થયું, તેથી જ હું થિયેટર તરફ વળી અને હું જે કામ કરી રહી છું તેનાથી હું ખુશ છું.'

આ પણ વાંચો: વિક્કી -કેટરીના ફલેટ માટે દર મહિને 17 લાખનું ભાડું આપશે

થિયેટરમાં કામ કરશે સીમા પાહવા 

જણાવી દઈએ કે સીમાએ ટીવીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધીની પોતાની સફર પૂર્ણ કરી. અભિનેત્રીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. સીમા પાહવા 'કસમ સે', 'હમ લડકિયાં' અને 'અસ્તિત્વ એક પ્રેમ કહાની' જેવા લોકપ્રિય ટીવી શોમાં જોવા મળી છે.

આ સાથે જ અભિનેત્રીએ 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ડ્રીમ ગર્લ 2', 'બરેલી કી બરફી' અને 'શુભ મંગલ સાવધાન' જેવી હિટ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી પોતાનું નામ બનાવ્યું છે.  

55 વર્ષથી બોલિવૂડમાં છું છતાં જોઈએ એવું કામ નથી મળતું: ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડશે જાણીતી અભિનેત્રી? 2 - image

Tags :