અભિનેત્રી સંજના સાંધીએ બોલીવૂડ અને મુંબઇ છોડી દીધાના સંકેત આપ્યા
- અભિનેત્રી સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાથી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 02 જુલાઈ 2020, ગુરુવાર
સંજના ગાંધી જલદી જ બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે. જ્યારે સુશાંત રાજપૂતની આ છેલ્લી ફિલ્મ હશે. સુશાંતના આત્મહત્યાની પોલીસ તપાસમાં સંજના ની પોલીશે પુછતાછ કરી હતી. આ પછી સંજના એ મુંબઇન ેઅલવિદા કહી દીધાના સંકેત આપ્યા છે.
સંજનાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એક અકાઉન્ટ દ્વારા પોસ્ટ કર્યું તેમાં એક આડકતરો ઇશારો આપ્યો છે. તેણે થોડી એવી લાઇન્સ લખી છે, ખુદા હાફિઝ મુંબઇ. ચાર મહિના પછી તમારા દર્શન થયા. ્હું તો ચાલી દિલ્હી પાછી. તમારી સડકો તો અમારી સડકો કરતા સાવ જુદી છે.
તેણે આગળ લખ્યું છે કે,મુંબઇની સડકો સાવ સુમસાન હતી, કદાચ મારા દિલમાં જે દુખ છે, તેને કારણે જ મારા વિચારો બદલાઇ ગયા છે. તમે લોકો પણ થોડા દુઃખમાં હશો. પાછા મળીશું કે નહીં એ પણ મારા મનમાં સ્પષ્ટ નથી.
સંજનાની આ તસવીર મુંબઇ એરપોર્ટની છે. જેમાં તે માસ્ક પહેરીને બેઠેલી દેખાય છે.
સંજનાએ મીટૂ પર પુછાયેલા પ્રશ્રોનો ઉત્તર આપતાં કહ્યું હતું કે, સુશાંતે તેની સાથે કદી કોઇ ગેરવ્યવહાર કર્યો નહોતો. તેણે કદી સુશાંત પર મીટૂનો આરોપ લગાવ્યો નથી.