Get The App

14 મિનિટનો પ્રાઇવેટ વીડિયો લીક થતાં ભડકી અભિનેત્રી, કહ્યું- મારું શરીર પણ તમારી માતા બહેન જેવું જ

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
14 મિનિટનો પ્રાઇવેટ વીડિયો લીક થતાં ભડકી અભિનેત્રી, કહ્યું- મારું શરીર પણ તમારી માતા બહેન જેવું જ 1 - image


Shruthi Narayan: તમિલ અભિનેત્રી શ્રુતિ નારાયણ હાલમાં ચર્ચામાં છે. કારણ કે, કથિત રુપે તેના કાસ્ટિંગ કાઉચનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. જેના કારણે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. 14 મિનિટના વાયરલ વીડિયોમાં એક મહિલાને નગ્ન અવસ્થામાં બતાવવામાં આવી છે. તેનો ચહેરો શ્રુતિ નારાયણન જેવો છે. આ ક્લિપ સોશિયલ મીડિયા X પર વ્યાપકપણે શેર થઈ રહી છે.

આ પણ વાંચો : આમિર ખાન યુ ટયૂબર બન્યો, પોતાની યુ ટયૂબ ચેનલ શરુ કરી

શ્રુતિ નારાયણન અને તેનો પરિવાર પણ ચિંતિત

આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચી ગયો છે. જે બાદ એવા પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આ વીડિયો AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે કે પછી ડીપફેક હોઈ શકે છે. તો અહીં શ્રુતિ નારાયણન અને તેનો પરિવાર પણ ચિંતિત છે.

આ મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ સમય છે

શ્રુતિ નારાયણન આ સમગ્ર મામલે ભડકી ઉઠી છે. અને તેથી તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક નિવેદન જારી કરીને વીડિયો શેર કરનારાઓરાઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, 'આ મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ સમય છે.'


14 મિનિટનો પ્રાઇવેટ વીડિયો લીક થતાં ભડકી અભિનેત્રી, કહ્યું- મારું શરીર પણ તમારી માતા બહેન જેવું જ 2 - image

'આને જંગલની આગની જેમ ન ફેલાવો'

શ્રુતિએ લખ્યું, 'હું પણ એક છોકરી છું અને મને પણ લાગણીઓ છે. મારા પણ સગાંસંબંધિઓ છે. તમે લોકો આને વધુ ખરાબ કરી રહ્યા છો. હું તમને વિનંતી કરું છું કે આને જંગલની આગની જેમ ન ફેલાવો.અભિનેત્રીએ યુઝર્સની ટીકા કરતાં કહ્યું કે, જો તેમને એટલી જ મજા આવતી હોય તો, તેમણે તેમની માતા કે બહેનના વીડિયો જોવા જોઈએ, કારણ કે તેમનું શરીર પણ શ્રુતિ જેવું છે.

આ પણ વાંચો : સુપરસ્ટાર મોહનલાલે મિત્ર મામૂટી માટે સબરીમાલામાં કરી પ્રાર્થના તો લોકો કેમ ભડક્યા? માફીની પણ માંગ

લોકોએ માનવતાને ભૂલવી ન જોઈએ

આ સિવાય શ્રુતિ નારાયણને કહ્યું કે, 'એક પીડિતાનો ન્યાય કરવો અને તેના પર આરોપ લગાવવા એ ખોટું છે. આ ઉપરાંત કોઈના પણ આવા વીડિયો શેર કરવા એ પણ કાયદાકીય રીતે ગુનો છે. અને લોકોએ માનવતાને ભૂલવી ન જોઈએ.' શ્રુતિ નારાયણ તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. ચેન્નઈની રહેવાસી શ્રુતિ ટીવી શો 'Siragadikka Aasai'માં જોવા મળી છે.

Tags :