'જ્વેલ થીફ'ની અભિનેત્રી નિકિતા દત્તાને કોરોના, માતા પણ સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી માહિતી
Actress Nikita Dutta Tested Covid Positive: ફરી એકવાર, ભારતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. દરરોજ ઘણાં લોકો આ વાઇરસથી પ્રભાવિત થઈ રહ્યા છે, જેની અસર હવે બોલિવૂડમાં પણ જોવા મળી રહી છે. તાજેતરમાં શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. એવામાં હવે નિકિતા દત્તા પણ કોરોના પોઝિટિવ આવી છે. હાલમાં, નિકિતા અને તેના મમ્મી ઘરે ક્વોરેન્ટાઇન છે. અભિનેત્રીએ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેના આગામી પ્રોજેક્ટ્સ મુલતવી રાખ્યા છે.
નિકિતાએ પોતે આપી જાણકારી
નિકિતાએ પોતે આ માહિતી તેના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી હતી. નિકિતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે, 'હું અને મારા મમ્મી કોરોનાથી સંક્રમિત થયા છે.' તેણે મજાકમાં લખ્યું, 'કોવિડ મને અને મારી મમ્મીને હેલો કહેવા આવ્યો છે. આશા છે કે આ બિનઆમંત્રિત મહેમાન લાંબા સમય સુધી નહીં રહે. થોડા દિવસના ક્વોરેન્ટાઇન પછી આપણે ફરી મળીશું અને બધાને સુરક્ષિત રહો.'
આ પણ વાંચો: ફાતિમા સના શેખને નવી કોમેડી સીરિઝ તીન કવ્વૈ મળી
મે મહિનામાં મુંબઈમાં અત્યાર સુધીમાં 95 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં 106 કેસ નોંધાયા છે. ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો અથવા શ્વસન બિમારી ધરાવતા બધા દર્દીઓનું હવે COVID-19 માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં, મોટાભાગના નવા કોરોના ચેપમાં, દર્દીની સ્થિતિ ખૂબ ગંભીર બની નથી.