Get The App

સરકારી વાહનમાં ફરવા બદલ જાણીતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર થઈ ભારે ટ્રોલ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી વાહનમાં ફરવા બદલ જાણીતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર થઈ ભારે ટ્રોલ 1 - image
Image source:Instagram/Nidhi Agrawal

Nidhi Agrawal: સાઉથની જાણીતી અભિનેત્રી નિધિ અગ્રવાલને હાલમાં દિવસોમાં સોશિયલ મીડિયામાં ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. વાત એવી છે કે તાજેતરમાં અભિનેત્રી ભીમાવરમની એક ઈવેન્ટમાં જવા માટે આંધ્રપ્રદેશના સરકારી વાહનમાં મુસાફરી કરતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા પછી તેને ઘણા યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ

અભિનેત્રી નિધિ અગ્રવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સરકારી વાહનમાં મુસાફરી કરી રહી છે. વાહનની નંબર પ્લેટ પર 'ઓન ગવર્મેન્ટ ડ્યૂટી' લખેલું હતું. તે જોઇ અનેક યૂઝર્સ અભિનેત્રીની નિંદા કરી હતી.

સરકારી વાહનમાં ફરવા બદલ જાણીતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર થઈ ભારે ટ્રોલ 2 - image

આ પણ વાંચો : 'મારી સાથે આ રીતે વાત ના કર...', જ્યારે રણવીર સિંહની હરકત પર ભડકી ગઈ અનુષ્કા શર્મા

અભિનેત્રીએ કરી સ્પષ્ટતા 

સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થતા નિધિએ સ્પષ્ટતા કરી હતી કે વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. તેણે આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને સંદર્ભ સાથે કોઈ લેવાદેવા નથી.

અભિનેત્રીએ કહ્યું કે, 'હું તાજેતરમાં ભીમાવરમમાં સ્ટોર લોન્ચ ઈવેન્ટ માટે મારી મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી કેટલીક અટકળોને સ્પષ્ટ કરવા માગુ છું. ઈવેન્ટ દરમિયાન, સ્થાનિક આયોજકોએ મારા માટે પરિવહનની વ્યવસ્થા કરી હતી, જે આંધ્રપ્રદેશ સરકારનું વાહન હતું. હું સ્પષ્ટપણે કહેવા માગુ છું કે આ વાહનની વિનંતી કરવામાં મારી કોઈ ભૂમિકા નહોતી, ઈવેન્ટના આયોજકોએ જ વાહનની વ્યવસ્થા કરી હતી.'

સરકારી વાહનમાં ફરવા બદલ જાણીતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર થઈ ભારે ટ્રોલ 3 - image



Tags :