'મારી સાથે આ રીતે વાત ના કર...', જ્યારે રણવીર સિંહની હરકત પર ભડકી ગઈ અનુષ્કા શર્મા
Anushka Sharma Angry On Ranveer Singh: બોલિવૂડના લોકપ્રિય એકટર રણવીર સિંહએ તેની એક્ટિંગ અને બિંદાસ અંદાજથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. જોકે રણવીર ઘણીવાર વિવાદોમાં પણ રહ્યો છે. ક્યારે રણવીરે ન્યૂડ ફોટોશૂટ કરાવી દેશભરમાં હોબાળો મચાવ્યો, તો ક્યારેક તે કોઈ જાહેરાતના કારણે વિવાદોમાં ફસાયો છે. ત્યારે, એકવાર તો તેણે બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા પર પણ અયોગ્ય ટિપ્પણી કરી હતી, ત્યાં અનુષ્કા પણ રણવીર પર ગુસ્સે ભરાઈ હતી.
અનુષ્કા શર્મા વિશે રણવીરે શું કહ્યું હતું?
ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' દરમિયાન રણવીર સિંહ અને અનુષ્કા શર્મા કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'ના ત્રીજા સિઝનમાં પહોંચ્યો હતો. ત્યારે શો પર અનુષ્કા સાથે વાત કરતા રણવીરે બધી હદો પાર કરી દીધી હતી. તેણે અભિનેત્રીને કહ્યું હતું કે, 'જો તમે એવી ઈચ્છા રાખી રહ્યા છો કે હું તમારા બમ પર પીંચ કરું,તો હું અહીં જ છું,'
રણવીર પર ગુસ્સે ભરાઈ હતી અનુષ્કા
રણવીર સિંહની તે કોમેન્ટથી અનુષ્કા ગુસ્સે થઈ ગઈ હતી અને અભિનેત્રી પોતે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે રણવીરને વધુ કંઈક તો ન કહ્યું, પરંતુ ગુસ્સામાં એટલું જ કહ્યું હતું, "મારી સાથે આવી રીતે વાત ન કરો." તે સિવાય અનુષ્કાએ રણવીરને મારવાનું પણ શરૂ કર્યું. રણવીરની આ કોમેન્ટને લઈને ચાહકોએ પણ અભિનેતાને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતા.
રણવીરના ફિલ્મની પહેલી એક્ટ્રેસ હતી અનુષ્કા
અનુષ્કા શર્માને તેની ફિલ્મની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં ફિલ્મ 'રબને બના દી જોડી'થી કરી હતી. જ્યારે રણવીરના કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં 'બેન્ડ બાજા બારાત' ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મમાં હિરોઈનની ભૂમિકા અનુષ્કા શર્માએ ભજવી હતી.