અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિકે પુત્રને જન્મ આપ્યો
- ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા અને નતાશાનું આ પ્રથમ સંતાન છે
(પ્રતિનિધિ દ્વારા)મુંબઇ,તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
મોડેલ અને એકટ્રેસ નતાશા સ્ટૈનકોવિકએ પુત્રને જન્મ આપ્યો છે. તેનું અને ક્રિકેટર હાર્દિક પંડયાનું આ પ્રથમ સંતાન છે. નતાશા માતા બન્યાના સમાચારથી બોલીવૂડ સિલેબ્સે તેમને વધામણી આપી છે. નતાશા અને હાર્દિકે આ વરસના પહેલા જ દિવસે સગપણ કર્યું હતું.
હાર્દિકે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર પુત્રન પોતાના હાથમાં લીધો છે તેવી તસવીર શેર કરી છે. સાથે કેપ્શન લખ્યું છે કે, અમને પુત્ર જન્મનું સોભાગ્ય મળ્યું છે. આ પછી તેમને વધામણીનો સિલસિલો શરૂ થઇ ગયો હતો.
નતાશા અને હાર્દિકે થોડા સમય પહેલા નતાશાના બેબી બમ્પની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
નતાશાએ ૨૦૧૩માં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. તેણે હોલિડે, ઢિશક્યાયૂં, એકશન જેકશન, ડેડી, ફુકરે રિટન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે બિગ બોસની આઠમી સીઝનમાં જોવા મળી હતી.
નતાશા સોશિયલ મીડિયા પર એકટિવ રહે છે. તેમજ પોતાની અને પતિ હાર્દિક પંડયા સાથેની તસવીરો શેર કરે છે.