અભિનેતા સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત, પાન-મસાલાની જાહેરાત કેસમાં કાર્યવાહી પર રોક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Salman Khan RajShree AD Case: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 'રાજશ્રી પાન મસાલા'ની કથિત ભ્રામક જાહેરાતો સંબંધિત કેસમાં રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સલમાન ખાનની અરજી પર સુનાવણી કરતા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (જોધપુર-II) સમક્ષ પેન્ડિંગ કેસની આગળની કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી છે.
જસ્ટિસ ડો. નૂપુર ભાટીની બેન્ચે 26 નવેમ્બર, 2026ના રોજ આ આદેશ આપ્યો હતો. સલમાન ખાને પોતાની અરજીમાં દલીલ કરી હતી કે ગ્રાહક વિવાદ નિવારણ આયોગ પાસે ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલા આરોપોની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર નથી. અરજીમાં વધુમાં જણાવાયું હતું કે, તેઓ માત્ર બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમની વિરુદ્ધ અંગત જાણકારી, સ્વતંત્ર હેતુ કે કોઈપણ પ્રકારની બેદરકારીનો સીધો આરોપ નથી. આમ છતાં, ગ્રાહક આયોગે પક્ષકારોની યાદીમાંથી તેમનું નામ હટાવવાની અરજી ફગાવી દીધી હતી.
અરજદારની મુખ્ય દલીલો
અરજદારના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ ગ્રાહક આયોગના અધિકારો અને કેસની સુનાવણીની કાયદેસરતા સાથે જોડાયેલા પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો પર પહેલા નિર્ણય લેવો જોઈતો હતો. પરંતુ આયોગે આ વાંધાઓ પર અંતિમ સુનાવણી સમયે વિચાર કરવાનું વલણ અપનાવ્યું હતું.
અદાલતનો મુખ્ય આદેશ
હાઈકોર્ટે ગ્રાહક આયોગમાં પેન્ડિંગ કેસ નંબર 416/2025 (રાજશ્રી પાન મસાલા વિરુદ્ધની કાર્યવાહી) પર આગામી સુનાવણી સુધી સ્ટે મૂક્યો છે. આ આદેશ બાદ રાજશ્રી પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાત મામલે ચાલતી કાર્યવાહી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. જોકે, હાઈકોર્ટે હજુ સુધી આ મામલાના ગુણ-દોષ પર કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી.




