(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 મે 2020, બુધવાર
પીઢ અભિનેતા જીતેન્દ્ર ૭૮ વરસની વયે ડિજિટલ ડેબ્યુ કરવા તૈયાર છે.ઓટીટી પ્,ેટફોર્મ ોલ્ટ બાલાજી અને ઝી૫ પરથી પ્રસારિત થતનારી પ્રેમ કહાની બારિશની બીજી સીઝનમાં જોવા મળશે.
લાંબા સમય બાદ સ્ક્રીન પર આવવાનો અનુભવ જણાવતાં જીતેન્દ્રએ કહ્યું હતું કે, સ્ક્રીન પર ફરી કામ કરવાનું બહુ જગમ્યું. ઓલ્ટ બાલાજી દ્વારા ડિજિટલ ડેબ્યુ કરવાનો મતલબ પરિવાર સાથે કામ કરવાનો અનુભવ થયો.સેટ પરના કલાકારો અને ટીમે મારું દિલથી સ્વાગત કર્યું હતું. હું જીતુજીના પાત્રને લઇને ઉત્સાહિત છું.મારા અને પાત્રમાં બહુ સમાનતા છે. દર્શકોને આ પાત્રમાં મારા ઘણા રૂપ જોવા મળશે. મને આશા છે કે મારું પાત્ર બધાને પસંદ પડશે.
આ સીરીઝમાં જીતેન્દ્રની ખાસ ભૂમિકા હશે. આ સીરીઝમાં તેની હાજરી વાર્તાને એક નવા વળાંક પર લઇ જશે. આ સીરીઝમાં શરમન જોશી અને આશાનેગી અભિનિત આ સીરીઝમાં જિતેન્દ્ર ગાંધીનું પાત્ર ભજવશે જે અનજ (શર્મન જોશી) અને ગોરવી (આશા નેગી)ને ફરી એક કરતા જોવા મળશે.
આ સીરીઝમાં જીતેન્દ્રનું એક નિસ્વાર્થ વ્યક્તિનું પાત્ર છે,જે સકારાત્મક વિચારો ધરાવતો હોય છે. તેમજ દરેકનું સારું થાય તેવી ભાવના રાખતો હોય છે. આ જ કારણે તે અનુજમાં છુપાયેલી સાચી ક્ષમતાને પારખે છે. અને તે અનુજ અને ગોરવી વચ્ચે થયેલી ગેરસમજને દૂર કરવાનો ભરપુર પ્રયાસ કરે છે. આ સદકાર્ય માટે તે પોતાની પુત્રીનો પણ સાથ લે છે.


