દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે કોર્ટમાં અરજી કરી


નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2022 શુક્રવાર

બોલીવુડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.


અમિતાભ બચ્ચને પોતાના નામ, છબી, અવાજ અને વ્યક્તિત્વ વિશેષતાઓની સુરક્ષા માટે કોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. જજ નવીન ચાવલાની સિંગલ બેન્ચ થોડીવારમાં આ મામલે સુનાવણી કરશે. જાણીતા વકીલ હરીશ સાલ્વે અમિતાભ બચ્ચનનો પક્ષ રજૂ કરશે.

અમુક કંપનીઓ તેમની પરવાનગી લીધા વિના તેમનું નામ અને અવાજનો ઉપયોગ કરી રહી છે. આવુ ઘણા સમયથી ચાલુ છે. આ મામલે અમિતાભ બચ્ચન પબ્લિસિટી અને પર્સનાલિટી રાઈટ્સ ઈચ્છે છે. તેઓ ઈચ્છે છે કે તેમની પરમિશન વિના તેમની પર્સનાલિટી અને અવાજનો ઉપયોગ ના કરી શકાય. સાથે જ જે લોકો આવુ કરી રહ્યા છે તેમને રોકવામાં આવે.

સોશિયલ મીડિયા પર એક બિગ બી ના નામે એક લૉટ્રી એડ ચાલી રહી છે જેમાં કેબીસીનો લોગો પણ છે. એડ પર અમિતાભ બચ્ચનની તસવીર પણ છે. આ એડ દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. 

કોર્ટમાં વકીલ સાલ્વેએ કહ્યુ કે મારા ક્લાઈન્ટની પર્સનાલિટી રાઈટ્સનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ ઈચ્છે છે કે તેમના નામ, પર્સનાલિટી અને અવાજનો ઉપયોગ કોઈ પણ એડમાં ના થાય. જેનાથી જેમની ઈમેજ ખરાબ થાય.

દિલ્હી હાઈકોર્ટે આ મામલે વચગાળાનો આદેશ જારી કરતા ટેલિકોમ કંપનીઓ, મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગને અમિતાભ બચ્ચન સાથે સંબંધિત બાબતોને હટાવવા માટે કહ્યુ છે જે તેમની પરવાનગી વિના ઉપયોગ કરાઈ રહી છે. કોર્ટે 2 દિવસની અંદર તમામ વસ્તુઓને હટાવવાનો આદેશ આપ્યો છે. 

City News

Sports

RECENT NEWS