Get The App

લોકોને ગેરસમજણ છે કે તે...' સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે અજય દેવગણનું મોટું નિવેદન

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
લોકોને ગેરસમજણ છે કે તે...' સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે અજય દેવગણનું મોટું નિવેદન 1 - image

 

Ajay Devgan's Big Statement On New Actors: અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ અહાન પાંડે અને કાજોલ સાથે સલામ વેંકી માં નજર આવેલી એક્ટ્રેસ અનીત પડ્ડા હાલમાં ચર્ચામાં છે. આ બંનેએ યશરાજ બેનર હેઠળ બનેલી મોહિત સૂરીની ફિલ્મ સૈયારાથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી છે. તેમની પહેલી જ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 

ન્યુ કમર્સને અજય દેવગણે અરીસો દેખાડ્યો

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. જોકે, હવે સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે બોલિવૂડના 'સિંઘમ'એ ન્યુ કમર્સની મોટી ગેરસમજણને દૂર કરવા માટે તેમને અરીસો દેખાડ્યો છે, જો તેને તેઓ સમજી લેશે તો ઈન્ડસ્ટ્રીમાં લાંબી રેસના ઘોડા બની શકે છે. 

અજય દેવગણનું નવા એક્ટર્સ પર મોટું નિવેદન 

અજય દેવગણે બોલિવૂડમાં એક લાંબો યુગ જોયો છે, આવી સ્થિતિમાં તેણે સક્સેસ અને ફેલિયર બંનેને સારી રીતે સમજ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈબ્રાહિમ અલી ખાનથી લઈને વેદાંગ રેના અને સુહાના ખાન સહિત અનેક સ્ટાર કિડ્સ અને આઉટસાઈડર એક્ટર્સે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જોકે, આ બધામાંથી અહાન પાંડે અને અનીત પડ્ડા પોતાના ડેબ્યૂમાં સફળ રહ્યા છે. જોકે, તેના પહેલાથી ફિલ્મથી લોકોએ તેને સ્ટાર કહેવાનું શરૂ કરી દીધુ છે, હવે અજય દેવગણે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.  

તમે પહેલા જ દિવસે સ્ટાર નથી બની શકતા

અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા અજય દેવગણે બંનેના નામ લીધા વિના કહ્યું કે, હું આ બધા માટે નથી કહી રહ્યો. કેટલાક લોકો સમજદાર હોય છે, પરંતુ મોટાભાગે લોકોને ખબર નથી હોતી કે તેઓ એક્ટર બનવા માગે છે કે સ્ટાર. તમે પહેલા જ દિવસે સ્ટાર નથી બની શકતા. સૌથી પહેલા તો તમારે એક્ટર બનવાનું છે. મને લાગે છે કે જે આઉટસાઈડર ફિલ્મોમાં આવે છે, તેમના મનમાં ઈન્ડસ્ટ્રીને લઈને ગેરસમજણ હોય છે. મને એ લાગે છે કે તે તમારું હાર્ડવર્ક છે. 

અજયે પિતા વીરુ દેવગણથી શીખી આ વાત

ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટંટ કોરિયોગ્રાફર રહેલા વીરુ દેવગણ પાસેથી અજયે ફિલ્મમાં આવવા પહેલા શું-શું શીખ્યું તે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, મેં ઈન્ડસ્ટ્રી વિશે જે પણ ટેકનિકલ બાબતો શીખી છે, તે મને તેમણે જ શીખવી છે. તેમનું કામ પ્રત્યે જે ડેડિકેશન હતું તે તેમણે મને પણ શીખવ્યું. મારા કામમાં તમે જે પ્રામાણિકતા જુઓ છો તે તેમના કારણે જ છે.'

આ પણ વાંચો: 'સૈયારા'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, ફક્ત 6 દિવસમાં તોડ્યા 8 મોટા રેકોર્ડ

અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'સન ઑફ સરદાર-2' ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ધડક-2' સાથે પડદા પર ટકરાશે. પહેલી વાર દર્શકો આ ફિલ્મમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુરની જોડી જોશે.

Tags :