VIDEO: શું નશામાં ધૂત હતા આમિર ખાન? પાર્ટીમાંથી લથડિયા ખાતા બહાર નિકળ્યા એક્ટર
નવી મુંબઇ,તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર
ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્પળતા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. એક્ટર ઘણીવાર તેના પરિવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. આ દરમિયાન તે ઘણા લોકોને મળી રહ્યો છે અને પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં હાજરી આપી રહ્યા છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિરની બોડી લેંગ્વેજના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે દારૂના નશામાં છે. વિડિયોમાં આમિર ડઘાઈ ગયેલો જોવા મળે છે અને યુઝર્સ કહે છે કે તે નશામાં છે.
આમિર ખાન એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. બહાર નીકળતી વખતે તે સ્તબ્ધ થઈ જાય છે અને પાપારાઝીને જોઈને તે દરવાજાનો સહારો લેતા જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
યુઝર્સનું કહેવું છે કે, આમિર ખાન હવે નશામાં છે અને બરબાદ થઈ ગયો છે. આ સાથે કેટલાક યુઝર્સનું કહેવુ છે કે, તે હવે ફિલ્મોમાં કમબેક કરી શકશે નહીં.
અન્ય એક યુઝરે લખ્યું, "એવું લાગે છે કે તે તેની કારકિર્દી ખતમ થવાના દુ:ખમાં પી રહ્યો છે." આમિરના આ વીડિયો પર કેટલાક લોકો પોઝીટીવ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આમિરને આરામ કરવા દો. બીજાએ લખ્યું કે, “જો તે નશામાં હોય તો શું થાય. અહીં 90 ટકા લોકો દારૂ પીવાનું પસંદ કરે છે. ખરાબ વસ્તુ નથી, તે તેમની પસંદગી છે.
આમિરે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો
બોલીવૂડમાંથી બ્રેક લેવા બદલ અભિનેતાએ કહ્યું હતું કે, “હું કોઈ કામ નથી કરી રહ્યો. હું છેલ્લા ઘણા વર્ષોથી સતત કામ કરી રહ્યો છું, તેથી આ સમયે હું મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું. પાની ફાઉન્ડેશનનું કામ પણ ચાલી રહ્યું છે, બીજું કામ પણ ચાલી રહ્યું છે, તેથી હું એક વર્ષ પછી એક્ટિંગમાં પાછો આવીશ.