અભિષેકે આમિરના દિગ્દર્શનમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી
- જુનિયર બચ્ચન અને આમિરે ધૂમ 3માં સાથે કામ કર્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 જૂન 2020, શનિવાર
તાજેતરમાં અભિષેક બચ્ચને ફિલ્મ ધૂમ ૩નો પોતાનો અનુભવ શેર કર્યો હતો. જેમાં તેણે સાથેસાથે આમિર ખાનને એક રિકવેસ્ટ પણ કરી દીધી છે.
જુનિયર બચ્ચને પોસ્ટ કર્યું છે કે, ફિલ્મ ધૂમ દ્વારા મને આમિર ખાન સાથે કામ કરવાની તક મળી હતી. હવે જો ફરી મને આવો મોકો મળશે તો હું સ્વીકારીશ નહીં. હવે મને તેમના દિગ્દર્શનમાં કામ કરવું છે. જો આમિર, તમે મારી આ પોસ્ટ વાંચી રહ્યા હો તો મહેરબાની કરીને મારી આ વિનંતી પર વિચાર કરશો.
વધુમાં અભિષેકે લખ્યું હતું કે, ધૂમ ૩માં મેં અને આમિરે સાથે કામ કર્યું હતુ.
આ દરમિયાન તે મને બહુ મદદગાર અને મિલનસાર લાગ્યા હતા. આમિર સાથેનો કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. જો મને તેની સાથે ફરી કામ કરવાની તક મળે તો હું તેમના દિગ્દર્શન હેઠળ કામ કરવા માંગુ છું. તે એક બહેતરીન અભિનેતા હોવાની સાથેસાથે નમ્ર પણ છે.
અભિષેક હાલ વેબ સીરિઝ બ્રીધ : ઇન ટુ ધ શેડોઝના કારણે ચર્ચામાં છે.