આમિર આગામી ફિલ્મમાં કોરોનાને આવરી લેશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 જૂન 2020, શુક્રવાર
આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ડા નવી ડિટેલ્સને કારણે ચર્ચામાં છે. આમિરની આ ફિલ્મ વિશે ચર્ચા છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં હવે ફેરફાર કરવામાં આવશે. કહેવાય છે કે ૧૯૪૭ના વિભાજનની ઐતિહાસિક ઘટના સાથે જોડાયેલી ફિલ્મની વાર્તામાં કોરોના રોગચાળાને સમાવાની યોજના છે.
મીડિયા રિપોર્ટસની માનીએ તો, આમિર ખાનની આ ફિલ્મ ભારતીય સમાજ અને ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત છે. એવામાં કોરોના સંકટ વગર આ વાર્તા અધુરી લાગી રહી છે. તેથી હવે લોકડાઉનમાં ફિલ્મની પટકથામાં નવા મુદ્દા ઉમેરવા આવશે. લોકડાઉન પછી આમિર આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
મીડિયા રિપોર્સના અનુસાર, કહેવા. છે કે, આમિરની આ ફિલ્મમાં આઝાદીને લગતી ઘણી મહત્વપૂર્ણ અને મોટી ઘટનાઓને સામેલ કરવામાં આવી છે. એવામાં કોરોના જેવા રોગચાળીને સામેલ કરવાનો વિચાર ફિલ્મસર્જકને આવ્યો છે.
જોકે આમિર તેમજ તેની ટીમ તરફથી સત્તાવાર રીતે પટકથામાં વળાંક લાવવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.