Entertainment

આમિર પણ હવે ભાડાંના ફલેટમાં શિફ્ટ થશે

By GS TEAM
6 Aug 20251 min read
આમિર પણ હવે ભાડાંના ફલેટમાં શિફ્ટ થશે

- ભાડુઆત તરીકે આમિર-શાહરુખ પડોશી  બનશે

- પાંચ વર્ષ માટે ચાર ફલેટ ભાડે લીધા, મહિને 24 લાખ રૂપિયાથી વધુનું ભાડું ચૂકવશે

મુંબઇ : શાહરુખ બાદ હવે આમિર પણ ભાડે રહેવા જવાનો છે. તેણે શાહરુખે  બાંદરામાં જ્યાં ફલેટ ભાડે લીધા છે તેની નજીકમાં જ ચાર ફલેટ પાંચ વર્ષના ભાડે લીધા છે. 

આ ફલેટ્સ માટે તે મહિને ૨૪.૫૦ લાખ રુપિયા ભાડું ચૂકવશે. તેણે દોઢ કરોડ રુપિયા સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપ્યા છે. દર વર્ષે ભાડું  પાંચ ટકાના દરે વધતું જશે. 

આમિર હાલ જ્યાં રહે છે તે બિલ્ડિંગમાં  રિડેવલપમેન્ટ શરુ  થવાનું હોવાથી તે ભાડાંના ફલેટમાં શિફ્ટ થઈ રહ્યો હોવાની કહેવાય છે. આ બિલ્ડિંગમાં હાલ આમિરના ૧૨ ફલેટ્સ છે. રિડેવલપમેન્ટ પછી તેની આ પ્રોપર્ટીની કિંમત ૧૦૦ કરોડ આસપાસ થશે તેમ કહેવાય છે.