આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' Youtube પર થશે રિલીઝ, ચૂકવવા પડશે આટલા રૂપિયા
Image source: IANS
Sitaare Zameen Par: બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'એ થિએટરમાં તો ધમાલ મચાવી છે, હવે ચાહકો આ ફિલ્મને OTT પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે આમિરે આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ તરત OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે આ ફિલ્મ Youtube પર રિલીઝ થશે. જેથી આ ફિલ્મ વિશ્વના દરેક ખૂણે સરળ રીતે પહોંચી શકે. આમિર ખાનની 'સિતારે જમીન પર'ને 2007ની ક્લાસિક 'તારે જમીન પર'ની સ્પિરિચ્યુઅલ સક્સેસ માનવામાં આવે છે. ફિલ્મે લોકોના દિલ જીત્યા છે. અત્યાર સુધીમાં ફિલ્મે વિશ્વભરમાં ₹250 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. હવે જે દર્શકોએ તેની ફિલ્મ જોઈ ન હોય તેઓ નાની ફી ચૂકવીને યુટ્યૂબ પર જોઈ શકે છે.
આ પણ વાંચો : ભાજપ નેતાના પુત્રને ડેટ કરી રહી છે સારા અલી ખાન? સાથે ગુરુદ્વારામાં દેખાતા અટકળો તેજ
આ પણ વાંચો : ભાજપ નેતાના પુત્રને ડેટ કરી રહી છે સારા અલી ખાન? સાથે ગુરુદ્વારામાં દેખાતા અટકળો તેજ
OTT પર ક્યારે રિલીઝ થશે 'સિતારે જમીન પર'?
'સિતારે જમીન પર' માત્ર યુટ્યૂબ પર જ જોવા મળશે. બીજા કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં. આમિરે આજે જાહેરાત કરી કે તેની સુપરહિટ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયાના દોઢ મહિનાથી પણ ઓછા સમયમાં OTT પર રિલીઝ થઈ જશે. એટલે કે ફિલ્મ 'સિતારે જમીન પર' 1 ઓગસ્ટ 2025ના રોજ યૂટ્યુબ પર રિલીઝ કરશે.
OTT પર ફિલ્મ જોવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
ફિલ્મ 'સિતારે જમીન પર' OTT પર જોવા ભારતમાં માત્ર 100 રૂ ચૂકવવા પડશે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા 38 દેશોમાં લોકલ પ્રાઈઝિંગ સાથે ઉપલબ્ધ થશે. વિદેશના દર્શકો માટે આ ફિલ્મને જુદી-જુદી ભાષાઓમાં સબટાઈટલ અને ડબિંગ કરવામાં આવી છે.