આમિર ખાન પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરશે
- શૂટિંગ કરવા માટે નિર્ધારિત કરવામાં આવેલી વયનું પાલન કરવામાં વિધ્ન
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 જુલાઈ 2020, શનિવાર
૬૫ વરસની ઉપરની વ્યક્તિ શૂટિંગમાં ભાગ નહીં લઇ શકે તે વાતે બોલીવૂડ માંધાતાઓને તકલીફ પડી રહી છે. પરિણામે તેઓ શૂટિંગ શરૂ કરી શકતા નથી. જોકે તેમણે આ મુદ્દાનો પણ વિકલ્પ શોધી કાઢ્યો છે. બોલીવૂડ કલકાારો હવે ભારત છોડીને વિદેશમાં શૂટિંગ કરવાની યોજના કરી રહ્યા છે. અક્ષય કુમાર પણ પોતાની આગામી ફિલ્મનુંશૂટિંગ વિદેશમાં કરવાનો છે અને હવે આમિર ખાન પણ અક્ષયને અનુસરી રહ્યો હોવાના સમાચાર છે.
આમિર ખાનની ફિલ્મ ભારતની રાજકીય ઘટનાઓ પર આધારિત ફિલ્મ હોવા છતાં તે લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ વિદેશમાં કરવાનો હોવાની જાણકારી મળી છે.
આમિર ખાનનું પ્રોડકશન કદી પણ પોતાની કોઇ વાત જલદી બહાર પાડતું નથી. પરંતુ મુંબઇમાં શનિવાર સવારથી ચર્ચા છે કે લાલ સિંહ ચડ્ડા ફિલ્મ સાથે જોડાયેલી ટીમના પાસપોર્ટની વિગતો માંગવામાં આવી છે. અનાધિકારક સૂત્રો જણાવે છે કે આમિર પોતાની આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવાની યોજના છે.
જોકે અભિનેતાએ ભારતના અલગ-અલગ શહેરોમાં ૭૦ ટકા શૂટિંગ પુરુ કરી નાખ્યું છે. હાલ નિર્માતા ૧૪ ઓગસ્ટના વેકસિન આવવાની છે તેથી તેની રાહ જોઇ રહ્યો છે. આ પછી તે સપ્ટેમ્બરમાં પોતાની ટીમને લઇને યૂરોપ રવાના થઇ જશે.
આમમિરની કંપની આંતરરાષ્ટ્રીય વિમાનોની ટિકિટની ઉપલબ્ધતા પણ તપાસી રહી છે. જોકે એ નિર્ણય લેવાનો બાકી છે ટીમ વિમાન યાત્ર કરશે કે પછી અચાર્ટર પ્લેનની આવશક્યતા પડશે.
હાલ કોરોના મહામારીના કારણે આમિર મુંબઇ છોડીને પરિવાર સાથે પંચગીનીમાં રહે છે.