આમીર ખાનના સ્ટાફ મેમ્બર્સને કોરોના, આમીરના પરિવારજનોનો પણ ટેસ્ટ કરાયો
મુંબઇ, તા.30 જુન 2020, મંગળવાર
બોલીવૂડના સુપર સ્ટાર આમીર ખાનના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાના સપાટામાં આવી ચુક્યા છે.
આમીર ખાને સોશ્યલ મીડિયા પર તેની જાણકારી આપતા કહ્યુ હતુ કે, મારા સ્ટાફના કેટલાક વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયા બાદ તેમને ક્વોરેન્ટાઈન કરાયા છે.તેમને મેડીકલ સુવિધાઓ પણ આપવામાં આવી છે.આ માટે હું મુંબઈ કોર્પોરેશનનો આભાર માનુ છુ.તેઓ મારા સટાફની સારી રીતે કાળજી લઈ રહ્યા છે.સાથે સાથે સોસાયટીને પણ સેનિટાઈઝ કરી રહ્યા છે.
આમીરખાને કહ્યુ હતુ કે, અમારો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જોકે અમારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.હું હવે મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો છે.તેનો એકલાનો ટેસ્ટ બાકી છે.તેનો ટેસ્ટ નેગેટિવ આવે તે માટે પ્રાર્થના કરવા માટે મારી ફેન્સને અપીલ છે.
આમીરખાને ફેન્સને પણ કોરોના સામે સાવચેતી રાખવા માટે અપીલ કરી છે.
— Aamir Khan (@aamir_khan) June 30, 2020