આમિર ખાને હવે કોરોનાના પ્રકોપ સામેના જંગ માટે આર્થિક સહાયનું કર્યું એલાન
- અભિનેતાએ પીએમ કેયર્સ અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી રાહત કોષમાં આર્થિક સહાયની ઘોષણા કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 એપ્રિલ 2020, બુધવાર
કોરોના વાયરસના પ્રકોપ સામેના જંગ લડવા ભારતભરમાંથી આર્થિક સહાય રાહત કોષમાં પહોંચાડવામાં આવી રહી છે. જેમાં હવે આમિર ખાનનું નામ પણ સામેલ થયું છે. અભિનેતાએ પીએમ કેયર્સ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી રાહત કોષમાં આર્થિક સહાય કરવાની ઘોષણા કરી છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આમિરે પીએમ કેયર્સ અને મુખ્યમંત્રી રાહત કોષમાં આર્થિક મદદ કરી છે. એટલું જ નહીં તેણે પોતીની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા સાથે જે દૈનિક મજૂરો કામ કરી રહ્યા છે તેને પણ આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત તે ફિલ્મ વર્ક એસોસિએશન અનેએનજીઓનો પણ સહયોગ કરી રહ્યો છે. જોકે તેણે કેટલી રકમની સહાય કરી છે તેની સ્પષ્ટતા કરી નથી.
ઉલ્લેખનીય છે કે,આમિર સામાજિક કાર્યો સાથે જોડાયેલો છે. તે પાની ફાઉન્ડેશન દ્વારા આખું વરસ કામ કરે છે. આ સંસ્થા દ્વારા તે મહારાષ્ટ્રના ખેડૂતોને મદદ કરે છે.