Entertainment
આમિર ખાને ભારતીય બેડમિન્ટન સ્ટારની દીકરીનું નામકરણ કર્યું, જાણો શું રાખ્યું નામ
By GS TEAM
8 Jul 20252 mins read
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મને 17 દિવસ પછી પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે. હાલમાં આમિર હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાની ખેલાડી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાની દીકરીના નામકરણ સમારોહમાં હાજરી આપી હતી.જ્યાં આમિરે જ્વાલાની દીકરીનું નામકરણ કર્યું હતું. જ્વાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ મૂકી હતી અને આમિરનો આભાર માન્યો હતો.જણાવી દઇએ કે જ્વાલા ગુટ્ટા ભારતની ભૂતપૂર્વ બેડમિન્ટન સ્ટાર ખેલાડી છે. તે મહિના પહેલા માતા બની હતી. લગ્નના વર્ષગાંઠના દિવસે જ જ્વાલાએ તેની દીકરીને જન્મ આપ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મને 17 દિવસ પછી પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે. હાલમાં આમિર હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાની ખેલાડી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાની દીકરીના નામકરણ સમારોહમાં હાજરી આપી હતી. જ્યાં આમિરે જ્વાલાની દીકરીનું નામકરણ કર્યું હતું. જ્વાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ મૂકી હતી અને આમિરનો આભાર માન્યો હતો. જણાવી દઇએ કે જ્વાલા ગુટ્ટા ભારતની ભૂતપૂર્વ બેડમિન્ટન સ્ટાર ખેલાડી છે. તે એક મહિના પહેલા માતા બની હતી. લગ્નની વર્ષગાંઠના દિવસે જ જ્વાલાએ તેની દીકરીને જન્મ આપ્યો હતો.
જાણો આમિરે બેડમિન્ટન સ્ટારની દીકરીનું નામ શું પાડ્યું?
જ્વાલા ગુટ્ટા 22 એપ્રિલ 2021ના રોજ લગ્ન બંધનમાં બંધાઈ હતી. તેણે તમિલ અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે લગ્ન કર્યા હતા. જો કે દીકરીના નામકરણ સમારોહમાં તે ખૂબ ભાવુક થઈ ત્યારે આમિર તેને ગળે લગાવી હતી. સમારોહમાં આમિરે જ્વાલાની દીકરીનું નામ 'મીરા' રાખ્યું હતું. જ્વાલાએ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ મૂકી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'અમારી મીરા, આનાથી વધુ શું જોઈએ! આમિર, તમારા વિના આ સફર શક્ય ન હતી. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ સુંદર અને વિચારશીલ નામ આપવા માટે આભાર!'
એક ઇવેન્ટમાં આમિર અને વિષ્ણુ વિશાલની દોસ્તી થઈ હતી
ખૂબ ઓછા લોકો જાણતા હશે કે જ્વાલા ગુટ્ટાના પતિ વિષ્ણુ વિશાલ અને આમિર ખાન લાંબા સમયથી મિત્ર છે. એક ઇવેન્ટમાં બને ભેગા મળ્યા હતા. ત્યાં વિષ્ણુએ જ્વાલાને આમિર સાથે મળાવી હતી જે પછી તેની દોસ્તી થઈ. એક સમય પર ચેન્નઈમાં આવેલા પૂરમાં ત્રણેય ફસાઈ ગયા હતા, જ્યાં તંત્ર દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. આ ઘટના બાદ તેમની મિત્રતા વધુ ગાઢ બની હતી.