'આમિર ખાન મારા ભાઈ નથી કે હું કામ માગું...', તારે જમીન પરના એક્ટર દર્શીલ સફારીનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Darsheel Safary about Aamir Khan: અભિનેતા આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' દર્શકોને પસંદ કરી રહ્યા છે. ત્યારે આમિરની ફિલ્મ 'તારે જમીન પર'માં ઇશાનની ભૂમિકા ભજવી દર્શકોનું દિલ જીતનાર દર્શીલ સફારી પણ હાલમાં લાઈમ લાઈટમાં છે. દર્શીલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ‘હું આમિર સાથે કામ માંગતો નથી. કોવિડ-19 બાદ મને જે પણ કામ મળ્યું હતું તેમાં કોઈની ભલામણ ન હતી.’
'કોઈની મદદ લીધી નથી'
દર્શીલ સફારીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'કોરોના મહામારી બાદ મેં જે પણ કામ કર્યું તે કોઈના મદદના ભરોસે નહોતું કર્યું. ઑડિશન્સ અને સ્ક્રીન ટેસ્ટ્સથી મને સમજાતું હતું કે હું કોઈ પાત્ર ભજવવામાં સક્ષમ છું કે નહીં. આ સાથે જ નિર્માતા અને દિગ્દર્શકને પણ સમજાતું હતું કે હું પાત્ર ભજવવા ફિટ છું કે નહીં.'
'હું આમિર પાસે કામ નથી માંગતો'
દર્શીલે આગળ જણાવ્યું કે 'લોકો નારાજ થઈ જાય છે કે હું આમિર પાસે કામ નથી માંગતો. જો કે, મને શરમ આવે છે. તે મારા ભાઈ નથી કે હું તેમને ફોન કરીને કહું, 'પ્લીઝ મને સારી સ્ક્રિપ્ટ અપાવો' હું તેમને ફક્ત જન્મદિવસે શુભકામના મોકલું છું.’
'સિતારે જમીન પર' લોકોને ગમી રહી છે
જણાવી દઈએ કે 'સિતારે જમીન પર' ફિલ્મમાં આમિર બાસ્કેટ બૉલ કોચ બન્યો છે. તે ન્યૂરોડાયવર્જન્ટ ખેલાડીઓને ટ્રેનિંગ આપે છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ કૉમેડી ફિલ્મ છે, જેને પૉઝિટિવ રિવ્યૂઝ મળી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી જેનેલિયા ડિસુઝા પણ છે.








