Entertainment

આમિર ખાને દાદાસાહેબ ફાળકેના રોલ માટે પુષ્કળ વજન વધાર્યું

By GS TEAM
10 Sep 20251 min read
આમિર ખાને દાદાસાહેબ ફાળકેના રોલ માટે પુષ્કળ વજન વધાર્યું

- આમિરખાનની સ્થૂળતાની તસવીરો વાયરલ

- કેટલાક ચાહકોની ટીકા, ઉંમર ઉંમરનું કામ કરે, હવે એ સિનિયર સિટિઝન છે

મુંબઇ : આમિર ખાન તાજેતરમાં એકદમ સ્થૂળ  બની ગયો હોવાનું  દર્શાવતી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. એક અનુમાન પ્રમાણે તેણે દાદાસાહેબ ફાળકેની બાયોપિક માટે વજન  વધાર્યું છે. 

સોશિયલ મીડિયા સાઈટ્સ પર આ વિશે ટીકાટીપ્પણનો મારો થયો હતો. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે આમિર હવે  એક સિનિયર સિટિઝન છે. ઉંમર ઉંમરનું કામ કરે. તે સદાકાળ યુવાન દેખાય તેવી અપેક્ષા રાખી શકાય નહિ. 

 રાજકુમાર હિરાણી આ બાયોપિક બનાવી રહ્યા છે. આ માટે હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. એ સમયના યુગને યથાતથ બનાવવા માટે વીએફએક્સ ઉપરાંત એઆઈનો ભરપૂર ઉપયોગ  કરવામાં આવશે તેમ માનવામાં આવે  છે. 

દાદાસાહેબ ફાળકેને  ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ ગણવામાં આવે છે. તેમણે ૧૯૧૩માં ભારતની પહેલી ફીચર   ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' બનાવી  હતી.