Get The App

91 વર્ષની વયે 'સિતારે જમીન પર' ફિલ્મમાં આમિર ખાનની માતાનું ડેબ્યૂ, એક્ટરે કહ્યું- મારા માટે ભાવુક ક્ષણ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
91 વર્ષની વયે 'સિતારે જમીન પર' ફિલ્મમાં આમિર ખાનની માતાનું ડેબ્યૂ, એક્ટરે કહ્યું- મારા માટે ભાવુક ક્ષણ 1 - image


Aamir Khan Mother Bollywood Debut at Age of 91:  સુપરસ્ટાર આમિર ખાન પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર'થી વાપસી કરી રહ્યા છે, જેના માટે તે ખૂબ ઉત્સાહિત પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી આમિરની પહેલાની ફિલ્મોની જેમ જ ઘણી અલગ છે. આ તેમની હિટ ફિલ્મ 'તારે જમીન પર'નું સ્પિરિચુઅલ સીક્વલ છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રોચક ખબર હાલ સામે આવી છે.

'સિતારે જમીન પર'માં આમિર ખાનની માતાનું ડેબ્યૂ

શુક્રવારે મુંબઈમાં આમિર ખાને મીડિયા સાથે વાતચીત દરમિયાન આમિર ખાને પોતાની ફિલ્મ સાથે જોડાયેલી અમુક કહાણી પણ શેર કરી છે. જેમાં તેણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, આ ફિલ્મમાં તેમની માતા ઝીન ખાન એક્ટિંગ ડેબ્યૂ કરવાના છે. આ સાથે જે તે પહેલીવાર પોતાની બહેન નિખત ખાન સાથે સ્ક્રીન શેર કરશે. 

આ પણ વાંચોઃ  જાણીતી ટીવી અભિનેત્રીએ કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન, પતિએ કહ્યું- તે ત્રણ દિવસ ICUમાં રહી

આમિર ખાને જણાવ્યું કે, 'આ તક મારા માટે ખૂબ જ ખાસ છે. મારી માતા અચાનક ફિલ્મ સાથે જોડાયા. તેમણનો પ્લાન નહતો કે, તે ફિલ્મમાં એક્ટિંગ કરશે. પરંતુ, ડિરેક્ટરના કહેવા પર આ શક્ય બન્યું. સામાન્ય રીતે મારા અમ્મી મને ન કહેતા કે તેમને મારી ફિલ્મના શૂટિંગ પર આવવું છે. મને નહતી ખબર કે આવું કેમ થયું પરંતુ, એક દિવસ અચાનક સવારે જ્યારે અમે ફિલ્મનું ગીત શૂટ કરી રહ્યા હતા, ત્યારે અમ્મીએ મને કૉલ કરીને પૂછ્યું કે, તમે ક્યાં શૂટ કરી રહ્યા છો? આજે મારે પણ શૂટિંગ પર આવવું છે. મેં કહ્યું કે, આવી જાવ મેં ગાડી પણ મોકલી અને બહેનને કહ્યું કે, તમે સેટ પર લેતા આવો. બાદમાં અમ્મી વ્હીલચેર પર આવ્યા હતા. અમે એક હેપ્પી વેડિંગ ગીત શૂટ કરી રહ્યા હતા, જેમાં અમને બહુ મજા આવી રહી હતી અને તે અમને જોઈ રહ્યા હતા. એટલામાં ડિરેક્ટર પ્રસન્ના મારી પાસે આવ્યા અને કહ્યું કે, જો તને ખોટું ન લાગે તો તું અમ્મીજીને આ ફિલ્મના ગીતમાં આવવા માટે વિનંતી કરી શકે? આ ફિલ્મનું છેલ્લું ગીત છે, વેડિંગ સેલિબ્રેશન છે. તેઓ અમારા મહેમાન બની શકે છે. આ મારા માટે એક ઇમોશનલ વાત છે અને હું તેમને ફિલ્મનો ભાગ બનાવવા ઈચ્છું છું.'

આ પણ વાંચોઃ બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર પર ડ્રાઈવર પર ચપ્પુથી હુમલાનો આરોપ, સેલેરી મુદ્દે થયો હતો ઝઘડો

આ ફિલ્મના ગીતમાં આમિરની માતા મહેમાન ભૂમિકા ભજવશે

આ વિશે વધુ વાત કરતા આમિર ખાને કહ્યં કે, 'ડિરેક્ટરની વાત સાંભળીને હું થોડો ડરી ગયો હતો. હું મારી માતાને મહેમાન ભૂમિકા ભજવવા માટે વિનંતી કરતા ગભરાઈ ગયો હતો, કારણ કે મને એવું લાગતુ કે તે ના પાડી દેશે. પ્રસન્ના મને વારંવાર અમ્મીને પૂછવા માટે વિનંતી કરી. ત્યાર બાદ મેં અમ્મીને પૂછ્યું, અમ્મી, પ્રસન્ના તમને મહેમાન ભૂમિકા ભજવવા માટે વિનંતી કરે છે. તેમણે જવાબ આપ્યો, હા, ઠીક છે. તે સાંભળીને હું ચોંકી ગયો. આમ ફિલ્મમા મારી અમ્મી એક કે બે શોટમાં છે. આ મારી એકમાત્ર ફિલ્મ છે જેમાં તેમણે ભાગ લીધો છે. આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. મને ખબર નથી કે તેમના મનમાં શું આવ્યું. અમારી ફિલ્મ રિલીઝ થવાના એક અઠવાડિયા પહેલા, 13 જૂને અમ્મી 91 વર્ષના થશે.'



Tags :