Get The App

જાણીતી ટીવી અભિનેત્રીએ કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન, પતિએ કહ્યું- તે ત્રણ દિવસ ICUમાં રહી

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
Dipika Kakar Surgery


Shoaib Ibrahim Update on Dipika Kakar Surgery: ટીવી અભિનેત્રી દીપિકા કક્કર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે તેને કેન્સર છે જેની સારવાર ચાલી રહી છે. જોકે, બે દિવસ પહેલા દીપિકા કક્કરનું ઓપરેશન થયું હતું અને તેના લીવરમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. હવે બે દિવસ પછી, તેના પતિ શોએબ ઇબ્રાહિમે સર્જરી વિષે જાણકારી આપી હતી. તેમજ પોતાના વ્લોગમાં દીપિકાની સ્થિતિથી લઈને તેના ડિસ્ચાર્જ સુધીની બધી જ માહિતી આપી છે.

દીપિકાની સર્જરી 14 કલાક ચાલી

અભિનેતા અને દીપિકા કક્કરના પતિ શોએબ ઇબ્રાહિમે પોતાના નવા વ્લોગમાં દીપિકાની સર્જરી વિશે જણાવ્યું હતું કે, 'દીપિકાની સર્જરી 14 કલાક ચાલી હતી, તેને સવારે ઓટીમાં લઈ જવામાં આવી હતી. ઈદ ઉલ-અઝહા છે અને આજે આવા શુભ દિવસે દીપિકા આઈસીયુમાંથી બહાર આવી છે. હું ખરેખર આભારી છું કે તે આઈસીયુમાંથી બહાર આવી છે અને અમારી સાથે છે. તે ત્રણ દિવસ આઈસીયુમાં હતી અને સર્જરી પછી તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. 14 કલાક પછી દીપિકાને ICUમાં શિફ્ટ કરવામાં આવી અને સર્જરી સફળ રહી.'

શોએબે દીપિકાની સર્જરી વિષે વધુમાં કહ્યું કે, 'અમે બધા ચિંતિત હતા કારણ કે ડૉકટરોએ કહ્યું હતું કે આ એક લાંબી સર્જરી હશે. તેને સવારે 8:30 વાગ્યે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે 11:30 વાગ્યે OT માંથી બહાર આવી હતી. પછી જ્યારે તેને ICU માં ખસેડવામાં આવી ત્યારે હું તેને મળ્યો. સાંજે 6-7 વાગ્યે, અમે બધા ગભરાઈ ગયા કારણ કે OT માંથી કોઈ અપડેટ ન આવ્યું કારણ કે અમે ક્યારેય આવી ગંભીર સર્જરી જોઈ ન હતી. સદભાગ્યે, ડૉક્ટરે મને ખાતરી આપી કે જો તેઓ અપડેટ માટે બહાર નહીં આવે, તો તેનો અર્થ એ છે કે સર્જરી સારી રીતે ચાલી રહી છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.'

શોએબે ફેન્સનો આભાર માન્યો

શોએબે ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તમે દીપિકા માટે પ્રાર્થના કરી જે કામ કરી ગઈ અને બધું સારું થયું. હવે દીપિકા થોડા દિવસો સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે, તેની તબિયત સુધરી રહી છે અને તે ટૂંક સમયમાં ઘરે આવશે. 

આ સાથે જ દીપિકાના પિતાશયમાં પણ પાથરી હોવાથી પિતાશય કાઢી નાખવામાં આવ્યું છે. તેમજ લીવરમાં ગાંઠ કેન્સરગ્રસ્ત હોવાથી લીવરનો એક નાનો ભાગ કાપી નાખવો પડ્યો હતો.

જાણીતી ટીવી અભિનેત્રીએ કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન, પતિએ કહ્યું- તે ત્રણ દિવસ ICUમાં રહી 2 - image

Tags :