Entertainment

સૈફના લંગડા ત્યાગીનાં પાત્ર પરથી અલગ ફિલ્મ બનશે

By GS TEAM
29 Sep 20251 min read
સૈફના લંગડા ત્યાગીનાં પાત્ર પરથી અલગ ફિલ્મ બનશે

- સૈફ જ આ પાત્ર ભજવશે કે કેમ તે અનિશ્ચિત

- ઓથેલો પરથી બનેલી ઓમકારામાં સૈફે ઈયાગો પરથી પ્રેરિત લંગડા ત્યાગીનું પાત્ર  ભજવ્યું હતું

મુંબઇ: ડાયરેક્ટર તરીકે વિશાલ ભારદ્વાજ અને એક્ટર તરીકે અજય દેવગણ, સૈફ અલી ખાન, કરીના કપૂર, બિપાશા બસુ સૌ માટે કારકિર્દીની યાદગાર ફિલ્મ ૨૦૦૬ની 'ઓમકારા'માં સૈફએ ભજવેલાં લંગડા ત્યાગીનાં પાત્ર પરથી જ એક અલગ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. 'ઓમકારા' મૂળ તો  શેક્સપિયરનાં નાટક 'ઓથેલો' પરથી બની હતી. તેમાં શેક્સપિયરની વાર્તાને યુપીના રાજકીય અપરાધીકારણની પૃષ્ઠભૂમિમાં ઢાળવામાં આવી હતી. મૂળ નાટકનાં ભારે ઈર્ષાળુ અને કાવતરાંખોર 'ઇયાગો'ના પાત્ર પરથી સૈફ અલીનું લંગડા ત્યાગીનું પાત્ર રચવામાં આવ્યું હતું. હાલ આ પાત્ર પરથી જ નવી ફિલ્મ બનાવવા તૈયારી શરુ થઈ છે. જોકે, સૈફ જ મૂળ પાત્ર ભજવશે કે કોઈ યંગ એક્ટરને તક અપાશે તે હાલ અનિશ્ચિત છે.