Get The App

ફિલ્મ પ્રમોશનનું નવું ગતકડું, 'ચુપ' ફિલ્મ ચુનંદા પ્રેક્ષકોને ફ્રીમાં દેખાડાશે

- ક્રિટિક્સ નહીં પણ પ્રેક્ષકોનો જેન્યૂઈન રિવ્યૂ જોઈતો હોવાનો દાવો

Updated: Sep 18th, 2022

GS TEAM

Google News
Google News
ફિલ્મ પ્રમોશનનું નવું ગતકડું, 'ચુપ' ફિલ્મ ચુનંદા પ્રેક્ષકોને ફ્રીમાં દેખાડાશે 1 - image

- ફિલ્મના પ્રચાર માટે પેઈડ પ્રિવ્યૂ પછીનું નવું કદમઃ જુદાં જુદાં શહેરોમાં સામાન્ય લોકોને ફ્રી રિવ્યૂનું આમંત્રણ

મુંબઈ


છેલ્લાં કેટલાંય વર્ષોથી બોલીવૂડમાં કન્ટેન્ટ પર માર્કેટિંગ હાવી થઈ ગયું છે. ફિલ્મો ચલાવવા માટે નવાં નવાં ગતકડાં અજમાવાઈ રહ્યાં છે. હવે સની દેઓલ અને દુલકિર સલમાનની નવી ફિલ્મ 'ચૂપ'માં પ્રેક્ષકો પાસેથી વિનામૂલ્યે રિવ્યૂ મેળવવા માટે ઓફિશિયલ રિલીઝ પહેલાં ફ્રી રિવ્યૂ શોનાં આયોજનનું નવું ગતકડું કરવામાં આવ્યું છે. 

ફિલ્મ ક્રિટિક્સના રિવ્યૂ હવે ભરોસાપાત્ર રહ્યા નથી. લગભગ દરેક મહત્વના ક્રિટિક દ્વાર 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના નેગેટિવ રિવ્યૂ અપાયા હતા. પરંતુ, આ ફિલ્મે ધાર્યા કરતાં બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી છે. મતલબ કે ક્રિટિક્સના રિવ્યૂ અને જનતાની પસંદ વચ્ચે હવે કોઈ સંબંધ રહ્યો નથી. 

આ સંદર્ભમાં મેકર્સ દેશનાં કેટલાંક શહેરોમાં ફ્રી રિવ્યૂ શો યોજવાના છે. પ્રેક્ષકો તેમાં ભાગ લઈ ફિલ્મનો રિવ્યૂ આપી શકશે. મેકર્સ માને છે કે આ જેન્યુઈન રિવ્યૂ જ ફિલ્મને મદદ કરશે. 

'બ્રહ્માસ્ત્ર' સહિતની કેટલીક ફિલ્મોના આવા પેઈડ  પ્રિવ્યૂ પણ યોજાયા હતા. જેમાં લોકોએ ઓફિશિયલ રિલીઝ ડેટ પહેલાં જ પૈસા ખર્ચીને ફિલ્મ જોઈ લીધી હતી. 

કોઈ ફિલ્મની રિલીઝ પહેલાં તેનો હાઈપ કેવી રીતે ઊભો કરવો તેનું પ્લાનિંગ રિલીઝ ડેટ નક્કી થવાના પણ કેટલાય સમય પહેલાં ચાલે છે. પછી સમયાંતરે ઈન્ડસ્ટ્રીના ટ્રેન્ડસ પ્રમાણે તેમાં ફેરફાર થતા રહે છે. બીજી તરફ પુષ્પા અને  કાર્તિકેયન ટૂ જેવી કેટલીક ફિલ્મો કોઈ પ્રકારના પ્રારંભિક પ્રચાર કે આવાં ગતકડાં વિના જ હિન્દી બેલ્ટમાં ચાલી ગઈ છે.