Entertainment

એર એમ્બ્યુલન્સથી ભારત આવશે નુસરત ભરુચા: બાલીમાં ભીષણ અકસ્માત થતાં કરોડરજ્જુમાં ફ્રેક્ચર

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચાને બાલીમાં અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. કામ અર્થે બાલી ગયેલી નુસરતને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. તેને તાત્કાલિક બાલીની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હવે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવી સર્જરી કરાશે. ટીમે ગોપનીયતા જાળવવા અને પ્રાર્થના કરવા અપીલ કરી છે. ચાહકો તેની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એર એમ્બ્યુલન્સથી ભારત આવશે નુસરત ભરુચા: બાલીમાં ભીષણ અકસ્માત થતાં કરોડરજ્જુમાં ફ્રેક્ચર
IMAGE - IANS

Nushrratt Bharuccha accident: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કોઈ કામ બાબતે બાલી ગઈ હતી, જ્યાં એક અકસ્માતમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક બાલીની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવશે

નુસરત ભરુચાની ટીમ દ્વારા તેની તબિયત અંગે અપડેટ આપતા જણાવવામાં આવ્યું છે કે એક્સિડન્ટને કારણે તેની કરોડરજ્જુ (Spine)માં ફ્રેક્ચર થઈ ગયું છે. 'પ્યાર કા પંચનામા' અને 'સોનું કે ટીટૂ કી સ્વીટી' જેવી ફિલ્મોની અભિનેત્રીને હવે બાલીથી એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવશે, જ્યાં તેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવશે.

ગોપનીયતા જાળવવા અને પ્રાર્થના કરવા અપીલ

અભિનેત્રીની ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે, 'અમે બધાને એ વિનંતી કરીએ છીએ કે તેમની પ્રાઇવસીનું સન્માન કરો અને તેમના ટ્રીટમેન્ટ તથા રિકવરી પર ધ્યાન આપવા માટે તેમને પૂરતી સ્પેસ આપો. અમે આપ સૌની ચિંતાઓ અને શુભકામનાઓ માટે આભારી છીએ. યોગ્ય સમયે અમે તેમના સ્વાસ્થ્ય અંગે આગળની માહિતી શેર કરીશું.'

આગામી ફિલ્મો અને કરિયરની સફર

નુસરત ભરુચાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટૂંક સમયમાં તે ટાઇગર શ્રોફ સાથે મોટા પડદા પર જોવા મળવાની હતી. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ માટે તેને એકદમ નવા અવતારમાં જોવાની ચાહકો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હાલ તેની તબિયતના કારણે આ પ્રોજેક્ટ પર અસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નુસરતે 2006માં 'જય સંતોષી માં' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી અને 2011માં આવેલી 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી તેને બોલિવૂડમાં મોટી ઓળખ મળી હતી.