81 વર્ષીય સાયરાબાનોએ ટ્વિટર એકાઉન્ટ જોઇન્ટ કર્યું

- પોતાના જન્મદિવસે ટ્વિટર સાથે જોડાઇને દિલીપકુમાર સાથેની તસવીરો શેર કરી
મુંબઇ : પીઢ અભિનેત્રી અને સ્વ. દીલિપ કુારની પત્ની સાયરાબાનોએ પોતાના ૮૧મા જન્મદિવસે ટ્વિટર જોઇન્ટ કર્યુ છે. તેણે આ સાથે પતિ દીલિપ કુમારની સાથેની પોતાની યાદગાર તસવીરો શેર કરી હતી.
અભિનેત્રીએ પોતાની પ્રથમ પોસ્ટ પર શેર કર્યુ હતુ કે, આજે વયમાં હું વધુ એક વરસ મોટી થઇ છું. મને તમારા લોકો સાથે દીલિપ સાહેબ સાથેની યાદો શેર કરવાનું મન થાય છે. તેણે પોતાની યુવાનીની બર્થ ડે કેક કટ કરતી એક તસવીર શેર કરી છે. જેમાં અભિનેત્રી ટુ-ટાયર કેક કાપતી જોવા મળી રહી છે.બીજી તસવીર તેની અને દીલિપ કુમારની સાથેની છે. જેમાં તેઓ વદ્ધાવસ્થાને આરે કેક કટ કરતાં જોવા મળીરહ્યા છે. સાયરાબાનો બન્ને તસવીરમાં ખુશખુશાલ જોવા મળી રહી છે. પીઢ અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આજે હું વયમાં વધુ એક વરસ મોટી થઇ છું.
મને તમારા લોકો સાથે મારા જીવનની સુખદ પળો શેર કરવાનું મન થયું છે. દીલિપ સાહેબ ની યાદો હજી મારા દિલ-દિમાગ જ છે.
સાયરાએ ઇન્સ્ટાગ્રામ પર પણ દીલિપ સાહેબ સાથેની યાદગાર પળોને શેર કરી છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે.
જેમાં તે કેક કાપી રહી છે અને તેની બાજુમાં ગાયિકા લતા મંગેશકર ઊભેલા જોવા મળે છે.
સાથે તેણે લખ્યું છે કે, હંમેશાથી મારી બર્થ ડે એક યાદગાર રહેતી હોવાથી હું તમારી સાથે શેર કર્યા વિના રહી શકતી નથી.









