67 વર્ષના સની દેઓલનો નવો લુક, વજન ઘટાડ્યું: તસવીર વાઈરલ થતાં ફેન્સ ચોંક્યા
Sunny Deol New Look: ફિલ્મ 'ગદર'ના એક્ટર સની દેઓલે થોડા સમય પહેલાં જ 'બોર્ડર 2'નું શૂટિંગ પૂરૂ કર્યું છે. એક્ટરે આ વિશે જાણકારી આપતો વીડિયો પણ શેર કર્યો હતો. જોકે, હવે સનીની નવી પોસ્ટ સામે આવી છે, જેમાં તે નવી ફિલ્મ માટે તૈયાર થઈ ગયો છે. એક્ટરે આ નવી ફિલ્મ માટે પોતાનો લુક પણ બદલી દીધો છે.
સની દેઓલનું ટ્રાન્સફોર્મેશન
સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે, તેમાં તેનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. તે ક્લિન શેવ લુકમાં જોવા મળી રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે, સનીએ દાઢી અને મૂંછ મૂંડાવી દીધા છે અને તે ડિફેન્ડર ગાડી પર બેસીને પોતાનો કૂલ સ્વેગ બતાવે છે.
આ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેતાનું દર્દ છલકાયું, કહ્યું- દમદાર ફિલ્મો કરી છતાં એવોર્ડ ન મળવાનું દુઃખ
લદ્દાખનો ફોટો કર્યો શેર
આ તસવીરો લદ્દાખમાં ક્લિક કરાવેલી છે. જેમાં તે સ્વેટર અને ટોપી પહેરેલો જોવા મળે છે. આ સાથે એક્ટરે કાળા ચશ્મા પહેરીને સ્માઇલ સાથે પોઝ આપ્યો હતો. આ તસવીરોમાં તેનું વજન પણ ઘટી ગયું છે. નવા લુકમાં તેણે પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'ફ્રેશ લુક, નવું ડાયરેક્શન.'
આ પોસ્ટ પરથી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, સનીનો આ નવો લુક રામાયણમ્ માટે છે. કોમેન્ટ બોક્સમાં લોકો જય હનુમાનના નારા લગાવી રહ્યા છે. ફેન્સ સનીને હનુમાનના રોલમાં જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રીલિઝ થશે.