ત્રણ દિવસમાં 500 કરોડને પાર, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મે મચાવી ધૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| ||||
image credit : instagram /28yearslatermovie
₹500 Crore in 3 Days: ઘણીવાર બૉક્સ ઓફિસ પર એવી ફિલ્મો રિલીઝ થતી હોય છે, જે કમાણીના મામલે ઇતિહાસ રચે છે. આ ફિલ્મો જોઈને એવું લાગે છે કે, તે માત્ર રેકોર્ડ બનાવવા જ બની છે. હાલમાં હૉલિવૂડની એક ફિલ્મની બૉક્સ ઓફિસ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જે રિલીઝ થયા બાદ બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.
![]() | |
| image credit : instagram /28yearslatermovie |
'28 યર્સ લેટર' હોરર થ્રીલર ફિલ્મ છે
હાલ અમેરિકા સહિતના દેશોમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ છે, જે બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં રૂપિયા 500 કરોડથી વધારે કમાણી કરી છે. હોલિવૂડની આ ફિલ્મનું નામ છે '28 યર્સ લેટર', જે 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક હોરર-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએતો ડેની બોયલે '28 યર્સ લેટર' ફિલ્મને ડિરેક્ટ કરે છે. જોડી મેરી કોમર અને રાલ્ફ ફિએનેસ જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
બૉક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાની કમાણી
અમેરિકામાં '28 યર્સ લેટર' બૉક્સ ઓફિસ પર રિલીઝ થયા બાદ શરૂઆતના ત્રણ દિવસમાં આ ફિલ્મે 30 મિલિયન ડોલરની કમાણી કરી છે. સાથે ઓવરસીઝથી પણ 30 મિલિયન ડોલરની કમાણી કરી છે. કુલ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 60 મિલિયન ડોલરની કમાણી કરી છે. એટલે ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત 519 કરોડ રૂપિયા થાય છે.
![]() |
| image credit : instagram /28yearslatermovie |
કોણ છે ડેની બોયલ
ડેની બોયલ એક બ્રિટિશ ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને સ્ક્રીનરાઈટર છે, તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં 20 ઑક્ટોમ્બર 1956ના રોજ થયો હતો. તેમણે હૉલિવૂડની ઘણી હિટ ફિલ્મોને ડિરેક્ટ કરી છે. જેમાંથી એક ફિલ્મ '28 ડેઝ લેટર' (2002) છે જે ઝોમ્બી હોરર ફિલ્મ છે. તેમની બીજી ફિલ્મોની વાત કરીએ તો 'ટ્રેનસ્પૉટિંગ' (1996), 'સ્લમડૉગ મિલિયનેર' (2008), અને '127 હાઉર્સ' (2010) ને પણ ડિરેક્ટ કરી છે.
![]() |
| image credit : instagram /slumdog_millionaire_ |
'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મ ડેની બોયલે ડિરેક્ટ કરી હતી
બોલિવૂડની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય લેખક વિકાસ સ્વરૂપ બ્રિટિશ ડ્રામા ફિલ્મ છે. જે વિકાસ સ્વરૂપ દ્વારા લખાયેલી નવલકથા પર આધારિત છે. ફિલ્મને પણ ડેની બોયલે ડિરેક્ટ કરી છે. અને તેમણે આ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો ઑસ્કર એવોર્ડ પણ મળ્યો છે.












