49 વર્ષની વયે પણ સિંગલ છે આ અભિનેતા, કહ્યું - બાળકો પેદા નથી કરવા કેમ કે ધરતી પર બોજ...
Abhay Deol Dont Wants Kids: અભય દેઓલ બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક છે. તે બોલિવૂડનો મોસ્ટ એલિજિબલ બેચલર છે. અભય 49 વર્ષનો થઈ ગયો છે, પરંતુ તે હજુ પણ સિંગલ છે. એક પોડકાસ્ટમાં તેણે લગ્ન અને બાળકો પર વાત કરી. તેણે કહ્યું કે, હું બાળકો પેદા કરવા નથી માગતો. જો મેં લગ્ન કર્યા હોય, તો હું મારા પોતાના બાળકો પેદા કરવાના બદલે બાળકોને દત્તક લેવાનું પસંદ કરત. જ્યારે હું દુનિયાને જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું આ ધરતી પર બાળક કેમ લાવું. જોકે, હું ખુશ છું. જે રીતે આ ધરતી પર વસતી વધી રહી છે, હું વધુ બોજ નાખવા નથી માગતો. ધરતી પર પહેલાથી જ ઘણો બોજ છે. હું તેમાં વધુ વસતી વધારવા નથી માગતો. તેથી હું બાળકો પેદા કરવા નથી માગતો.
આ પણ વાંચો: દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી
ખુદની સંભાળ રાખવી મુશ્કેલ
પેરેન્ટ બનવા પર તેણે કહ્યું કે, 'મને નથી ખબર કે હું પિતા બનીને ન્યાય કરી શકીશ કે નહીં. હું મારી લાગણીઓને કેવી રીતે હેન્ડલ કરીશ? મને નથી ખબર કે હું કેવું અનુભવીશ. એવું લાગે છે કે જો મારું બાળક હોત, તો હાલમાં હું જેટલો કંટ્રોલિંગ છું, તેનાથી વધુ તેને કંટ્રોલ કરતો અને અધિકાર જતાવતો. હું એવા પરિવારમાં ઉછેર્યો છું જ્યાં લોકોની ખૂબ કેર કરવામાં આવે છે. અત્યારે પોતાની સંભાળ રાખવી મુશ્કેલ છે. તેથી હું નથી ઈચ્છતો કે, બાળકો પેદા કરીને હું તેના પર દબાણ નાખું.'