Get The App

VIDEO : WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, આ સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંક્યા

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
WAR 2 Trailer Out


WAR 2 Trailer Out: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. 'વોર 2' એ સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત 2019 ની ફિલ્મ 'વોર' ની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં હૃતિક રોશન, ટાઇગર શ્રોફ અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હવે કબીર (હૃતિક રોશન)સિક્વલમાં ફરી એક્શન કરતો જોવા મળશે. આ સ્પાય થ્રિલરમાં હૃતિકની સામે સાઉથ સ્ટાર જુનિયર NTRને લાવવામાં આવ્યો છે. હિરોઈનમાં પણ વાણી કપૂરનું સ્થાન કિયારા અડવાણીએ લઈ લીધું છે.

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

આજ એટલે કે 25 જુલાઈના રોજ વોર 2નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં પહાડો પર જોરદાર ફાઇટ સીન, રેલવે ટ્રેક પર ધમાકેદાર ચેઝ, હવામાં જહાજ પર જબરદસ્ત એક્શન અને સમુદ્રમાં બોટ પર થતા ખતરનાક સ્ટંટ દરેક લોકેશન પર તમને આશ્ચર્યચકિત કરશે. ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા બાબતે વધુ માહિતી નથી મળતી, પરંતુ એક વાત સ્પષ્ટ છે તમે જ્યાં પણ ફાઇટની કલ્પના કરી શકો છો, ત્યાં તમને આનાથી પણ વધુ જોવા મળશે.


આ ઉપરાંત ટ્રેલરમાં કિયારા અડવાણીને ઓછો સ્ક્રીન ટાઈમ મળ્યો છે, પરંતુ જેટલો પણ મળ્યો છે તેમાં તે ખૂબ જ પ્રભાવ પાડે છે. ટ્રેલરના અંતમાં જુનિયર એનટીઆરનું 'હું શેતાન છું' બોલવું અને તેમનો લોહીલુહાણ ચહેરો દર્શાવે છે કે આ વખતે વિલન કોઈ સામાન્ય નથી. જ્યારે, હૃતિકના હાવભાવમાં એક થાકેલો પણ છતાં લડવાનો જોશ દેખાય છે.

આ પણ વાંચો: જાણીતા એક્ટરને બિઝનેસમાં મોટું નુકસાન થતાં ઘર વેચાઈ ગયું અને કંગાળ થયો, જાણો તેની આપવીતી

ટ્રેલરમાં ટાઈગર શ્રોફની પણ ઝલક જોવા મળી 

'વોર 2'ના ટ્રેલરમાં ટાઈગર શ્રોફની એક ઝલક પણ જોવા મળી છે. જોકે, તેમાં માત્ર તેમનો ફોટો જ બતાવવામાં આવ્યો હતો. ટાઈગર શ્રોફે ફિલ્મ 'વોર'ના પહેલા ભાગમાં ડબલ રોલમાં જોવા મળ્યો હતો. જેમાં ટાઈગરે, હૃતિકના શિષ્ય કેપ્ટન ખાલિદ રહેમાનીનો રોલ કર્યો હતો, જે પ્લાસ્ટિક સર્જરી કરાવીને સૌરભ પાટીલ બની જાય છે. આ ઉપરાંત આશુતોષ રાણાએ પણ 'વોર 2' માં પણ વાપસી કરી છે 14 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થનારી 'વોર 2'નું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરીનો પણ કેમિયો (નાનો રોલ) હશે.


VIDEO : WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, આ સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંક્યા 2 - image

Tags :