400 કરોડની 'વૉર 2'એ દુનિયામાં કર્યો ધમાકો! 'કૂલી'નો પણ દબદબો, કલેક્શન જાણીને ચોંકી જશો
War 2 Box Office Records: અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત 'વોર 2'ની ચર્ચા ખૂબ થઈ રહી છે. દર્શકો ઋતિક રોશન અને જૂનિયર એનટીઆરની જોડી પસંદ આવી રહી છે, પરંતુ ફિલ્મની કહાણી પર સવાલ ઉઠાવતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ નથી. ચાલો જાણીએ કે વોર 2 ફિલ્મ દુનિયાભરમાં કેવું પ્રદર્શન કરી રહી છે, અને બૉક્સ ઑફિસ પર ફિલ્મે કેટલી કમાણી કરી છે. 'વોર'ની સિક્વલ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હૃતિકરોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ‘કૂલી’ સાથે બૉક્સ ઑફિસ પર ટકરાઈ છે. જણાવી દઈએ કે બંને ફિલ્મ બૉક્સ ઓફિસ પર જલવો દેખાડી રહી છે. એ વાત પણ સાચી છે કે બૉક્સ ઑફિસના કલેક્શનના મામલે ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'વોર 2'થી થોડી આગળ નીકળી ગઈ છે.
'વોર 2' ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન
ઋતિક રોશનની 'વોર 2' (War 2) એક બિગ બજેટ ફિલ્મ છે અને ફિલ્મમાં દરેક કલાકારને દર્શકો ખૂબ વખાણ કરી રહ્યા છે. દુનિયાભરમાં આ ફિલ્મને પ્રેમ મળી રહ્યો છે. ભારતમાં બૉક્સ ઑફિસ પર ફિલ્મનું કલેક્શન 244 કરોડની આસપાસ પહોંચી ચૂક્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે 70.75 કરોડની કમાણી કરી છે, પરંતુ 'કૂલી' સાથે તુલના કરવામાં આવે તો 'વોર' થોડી પાછળ છે. રિપોર્ટ અનુસાર, 8 દિવસની અંદર ફિલ્મ 'વોર 2' એ ગ્લોબલી રૂપિયા 314.85 કરોડનો ગ્રોસ કલેક્શન કરી લીધો છે. હાલમાં એ જોવું રસપ્રદ રહેશે કે આ આંકડામાં ક્યારે ઝડપથી વધારો જોવા મળશે. આ દિવસોમાં ફિલ્મની કમાણીનું ગ્રાફ થોડો નીચે જઈ રહ્યો છે.
'કૂલી' ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન
ભારતમાં આ ફિલ્મની બૉક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો, રિપોર્ટ અનુસાર, ફિલ્મ કુલીએ વિદેશોમાં 166.25 કરોડ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ કર્યો છે. જ્યારે દેશમાં 271 કરોડ રૂપિયા આસપાસ કમાણી કરી છે. આ રીતે 'કુલી'એ વર્લ્ડવાઇડ 437.25 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.