Get The App

'સેટ પર જ મારું મોત આવે', પતિ અને બાળકો વિના જીવન ગુજારતા અભિનેત્રી થયા ભાવુક

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
'સેટ પર જ મારું મોત આવે', પતિ અને બાળકો વિના જીવન ગુજારતા અભિનેત્રી થયા ભાવુક 1 - image
IMAGE SOURCR: IANS 

Usha Nadkarni: લોકપ્રિય સીરિયલ 'પવિત્ર રિશ્તા'થી ઓળખ બનાવનારી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણીને લોકો 'ઉષા તાઈ' તરીકે ઓળખે છે. આજે ઉષા તાઈ પાસે ઘર,ધન બધુ જ છે, તે છતાં તે એકલા રહે છે. આવો જાણીએ તે કેમ પરિવારથી દૂર એકલા રહે છે.

કારકિર્દી માટે કર્ણાટક છોડ્યું 

અભિનેત્રી ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે બાળપણથી જ તેમને અભિનયનો શોખ હતો. તેમના લગ્ન થયા છે અને તેમનો એક દીકરો પણ છે. પણ અભિનયના શોખને કારકિર્દીમાં બદલવા તેઓ કર્ણાટક છોડી મુંબઈ આવ્યા હતા. તેમણે તેમના દીકરાની જવાબદારી તેમના માતા-પિતાને સોપી દીધી હતી. વર્ષો વીત્યા ધીમે-ધીમે તેમનો દીકરો તેમનાથી દૂર થઈ ગયો. ત્યાર બાદ તે મુંબઈમાં એકલા રહેવા લાગ્યા 

આ પણ વાંચો: મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે

એકલી રહેવાનો ભય લાગતો નથી: ઉષા તાઈ 

અનુભવી અભિનેત્રી  ઉષા નાડકર્ણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે,' મારો દીકરો પરિણીત છે, તેનો એક દીકરો પણ છે, પણ તે મારા ભાઈના ઘરે રહે છે. મારો નાનો ભાઈ હતો, જે હવે આ દુનિયામાં નથી. ગયા વર્ષે 30 જૂનના રોજ મારા ભાઈનું નિધન થઈ ગયું હતું. જો તેને ખબર પડતી કે હું કોઈ મુશ્કેલીમાં છું, તો તે દોડીને મારી પાસે આવતો. પણ હવે હું 40 વર્ષથી એકલી રહું છું, હવે મને એકલા રહેવાની આદત થઈ ગઈ છે,' 

છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છું છું: ઉષા તાઈ 

ઉષાએ આગળ જણાવ્યું કે, 'કોઈનું મોત ઊંઘમાં થાય છે, કોઈ હોસ્પિટલમાં જીવ ગુમાવે છે. શું ખબર કે કોણ કોઈ કેવી રીતે જીવ ગુમાવશે. મને જરા પણ ડર નથી લાગતો. મારો જીવ ઊંઘમાં પણ ગયો તો બાજુ વાળા કહેશે કે ડોસીએ આજે દરવાજો ખોલ્યો નહીં'. ઉષા તાઇએ કહ્યું કે તેમના પરિવારમાં તેમનો દીકરો, પૌત્ર અને ભાણી છે, છતાં તે એકલી રહે છે. તેમણે કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છું છું. તેમણે કહ્યું કે એવું લાગે છે કે ઘરે ઊંઘમાં મોત મળે તેનાથી વધુ સારું કામ કરતાં-કરતાં મોત મળે, તો સારું રહેશે. એક કલાકારને આવું જ લાગશે. 


Tags :