Entertainment

ધનુષ અને રશ્મિકા મંદાનાની કુબેરના 19 દ્રશ્યો કટ થઈ ગયાં

By GS TEAM
20 Jun 20251 min read
ધનુષ અને રશ્મિકા મંદાનાની કુબેરના 19 દ્રશ્યો કટ થઈ ગયાં

- 13 મિનીટથી વધારેની ફિલ્મ સેન્સરે કાપી નાખી 

- ફિલ્મના મુખ્ય કલાકારોનાં કેટલાંક દ્રશ્યો પર જ કાતર ફરી ગઈ 

મુંબઇ : ધનુષ, રશ્મિકા મંદાના અને નાગાર્જુનની ફિલ્મ 'કુબેર'નાં ૧૯  દ્રશ્યો પર   સેન્સર બોર્ડે  કાતર ચલાવીને  ફિલ્મને ૧૩ મિનીટ અને ૩૧ સેકન્ડ ટૂંકી કરી નાખી છે. આ ફિલ્મને તમિલ અને તેલુગુ બન્ને ભાષાઓમા શૂટ કરવામાંઆવી છે. જ્યારે તેને હિંદી, મલયાલમ અને કન્નડ ભાષામાં  ડબ કરવામાં આવી છે. ધનુષ અને રશ્મિકાના કેટલાક સીન ઉપરાંત એક્ટર જીમ સર્ભના કેટલાંક દ્રશ્યો પર કાતર ફરી ગઈ હોવાનું કહેવાય છે. એક સીનમાં ધનુષ, રશ્મિકા તથા નાગાર્જુન કાર રાઈડમાં હોય છે એ સીનમાં પર પણ કાતર ફરી ગઈ છે. 

જોકે, સેન્સર બોર્ડના આ નિર્ણય પાછળનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી. 

તેલુગુ તથા તમિલમાં અલગ અલગ કટ અપાયા હોવાનું કહેવાય છે.