અઠવાડિક ભવિષ્ય - અગ્નિદત્ત પદ્મનાભ (અગ્નિહોત્રી)

તા. ૦૯-૧૧-૨૦૨૫ રવિવારથી તા. ૧૫-૧૧-૨૦૨૫ શનિવાર સુધી
મેષ (અ.લ.ઈ.)
આપના માટે આ સપ્તાહ મધ્યમ રહે. ક્યારેક કામમાં સરળતા રહે તો ક્યારેક વિકટતાનો અનુભવ થાય. આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે. આપની મહેનત- બુધ્ધિ- અનુભવ- આવડતથી આપના વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. જૂના સ્વજન- સ્નેહી - મિત્ર સાથે મુલાકાતથી આનંદ થાય. પરંતુ જમીન- મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. તા. ૯ યાત્રા-પ્રવાસ- મિલન - મુલાકાત થાય. ૧૦. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ રહે. ૧૧. કામકાજમાં પ્રતિકૂળતા રહે. ૧૨. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ૧૩. રૂકાવટ-વિલંબમાં પડેલા કામ ઉકેલાય. ૧૪. કામકાજમાં સાનુકુળતા રહે. ૧૫ મધ્યમ. સ્ત્રીવર્ગને સંતાનની ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં ધ્યાન આપવું.
વૃષભ (બ.વ.ઉ.)
સપ્તાહના પ્રારંભમાં સાનુકુળતા રહે. આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં આવક જણાય. આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ઉપરી વર્ગ આપને મદદરૂપ થવા પ્રયાસ કરે. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય. પરંતુ સપ્તાહના અંતમાં આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવા. તા. ૯ આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર થાય. ૧૦. સારી. ૧૧. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. ૧૨. આપના કામની કદર- પ્રશંસા થાય. ૧૩. હૃદય-મન વ્યગ્રતા- બેચેની અનુભવે. ૧૪. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ૧૫. આપના કામમાં વ્યસ્ત રહો. સ્ત્રીવર્ગને સાનુકુળતા રહે. વિદ્યાર્થીવર્ગને સારું.
મિથુન (ક.છ.ઘ.)
સપ્તાહ દરમ્યાન આપને ન ધારેલી સાનુકુળતા- સફળતા મળી રહે. આપના રુકાવટ-વિલંબમાં અટવાઈ રહેલા કામ ઉકેલાતા જાય. આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ રહે પરંતુ આનંદ જણાય. ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ દ્વારા આપના કાર્યની કદર-પ્રશંસા થાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અડોશ- પડોશના કામમાં વ્યસ્ત રહો. તા. ૯ આપના કામમાં વ્યસ્ત રહી શકો. ૧૦. રાજકીય સરકારી કામકાજ થઈ શકે. ૧૧. કામકાજમાં સાનુકુળતા મળી રહે. ૧૨. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ૧૩. નોકરી-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ૧૪. સારી. ૧૫. ઠીક. સ્ત્રીવર્ગને કૌટુંબિક- પારિવારિક કામકાજ રહે. વિદ્યાર્થીવર્ગને હર્ષ-લાભ.
કર્ક (ડ.હ.)
સપ્તાહના પ્રારંભમાં આપે ધીરજ અને શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું. ઉચાટ- ઉદ્વેગ જણાશે. પરંતુ જેમ-જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત થતી જાય. આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાજકીય- સરકારી કામકાજ, ખાતાકીય કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. પરંતુ નાણાકીય રોકાણ કરવામાં આપે ઉતાવળ કરવી નહીં. તા. ૯ આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. ૧૦. બપોર સુધી કામકાજમાં પ્રતિકૂળતા રહે. ૧૧. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ૧૨. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. ૧૩. કામકાજમાં સાનુકુળતા મળી રહે. ૧૪. સામાજિક- વ્યવહારિક કામકાજ રહે. ૧૫. સારી. સ્ત્રીવર્ગને કામનો ઉકેલ આવવાથી રાહત રહે. વિદ્યાર્થીવર્ગને સાનુકુળતા રહે.
સિંહ (મ.ટ.)
આપનું આ સપ્તાહમાં આરોહ-અવરોહની પરિસ્થિતિમાં પસાર થાય. આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈને આગળ વધવું. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરંતુ આપે વડીલવર્ગ-અનુભવી સાથે વિચાર-વિમર્શ કરી નિર્ણય લેવા. રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુઃખથી સંભાળવું પડે. તા. ૯ હર્ષ-લાભ રહે. ૧૦ બપોર પછી કામકાજમાં સાવધાની રાખવી પડે. ૧૧ ઉચાટ-ઉદ્વેગ જણાય. ૧૨ આકસ્મિક ખર્ચ-ખરીદી રહે. ૧૩ માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. ૧૪ કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ૧૬ સામાજિક-વ્યવહારીક કામકાજ રહે. સ્ત્રીવર્ગને ઉચાટ-ઉદ્વેગ રહે. વિદ્યાર્થીવર્ગ આવેશ-ઉશ્કેરાટ કરવો નહીં.
કન્યા (પ.ઠ.ણ)
સપ્તાહના પ્રારંભમાં આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. પરંતુ સપ્તાહના અંતમાં આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ રહે. બેંકના વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં ધ્યાન રાખવું પડે. તા. ૯ મધ્યમ, ૧૦ બપોર પછી કામકાજમાં રાહત રહે. ૧૧ કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. ૧૨ વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે. ૧૩ કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ૧૪ આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. ૧૫ ધર્મકાર્ય થાય. સ્ત્રીવર્ગને નાણાંકીય બાબતમાં ધ્યાન રાખવું પડે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે.
તુલા (ર.ત.)
સપ્તાહ દરમ્યાન આપના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં આપને સરળતા જણાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરિતાપમાં ઘટાડો થાય. ધંધામાં આપને ઘરાકી જણાય. મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ જણાય. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. તા. ૯ મિલન-મુલાકાત થાય. ૧૦ બપોર પછી મધ્યમ. ૧૧ આપના કામમાં વ્યસ્ત રહો. ૧૨ કામકાજ અંગે દોડધામ રહે. ૧૩ સારી. ૧૪ કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ૧૫ ખર્ચ-ખરીદી જણાય. સ્ત્રીવર્ગને ઘર-પરિવાર અંગે વ્યસ્તતા જણાય. વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગની ચિંતા રહે.
વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહના પ્રારંભે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. પરંતુ જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ આપને શાંતિ થતી જાય. દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. તા. ૯ ચિંતા-ઉચાટ રહે. ૧૦ બપોર પછી આપને રાહત થતી જાય. ૧૧ નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવું પડે. ૧૨ પરદેશના કામ થાય. ૧૩ કામકાજ અંગે વ્યસ્તતા રહે. ૧૪ મધ્યમ. ૧૫ સારી. સ્ત્રીવર્ગને કામમાં સાનુકૂળતા રહે. ૧૬ હર્ષ-લાભ રહે. સ્ત્રીવર્ગને કામકાજમાં સાનુકૂળતા રહે. વિદ્યાર્થીવર્ગને સારું.
ધન (ભ. ધ. ફ. ઢ.)
સપ્તાહ દરમ્યાન કેટલાક કામમાં આપને સાનુકૂળતા રહે તો કેટલાક કામમાં આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપને આયાત- નિકાસના કાર્યમાં પ્રગતિ જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે પરંતુ આપે આપના આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાહન ચલાવવમાં આપે સાવધાની રાખવી પડે. તા. ૯ આપના કામમાં વ્યસ્ત રહો, ૧૦ બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવુ, ૧૧ કામકાજમાં પ્રતિકૂળતા જણાય, ૧૨ આરોગ્યની કાળજી રાખવી પડે, ૧૩ કામકાજમાં સાનુકૂળતા થતી જાય, ૧૪ મિલન- મુલાકાત થઈ શકે, ૧૫ મધ્યમ. સ્ત્રી વર્ગને તબિયતની અસ્વસ્થતા રહે, વિદ્યાર્થી વર્ગે વાહન ધીરે ચલાવવું.
મકર (ખ. જ.)
સપ્તાહ દરમ્યાન આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું દોડધામ- શ્રમ કરવા આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે. જો કે, મહત્ત્વના નિર્ણય લેતા પહેલા આપે ચર્ચા- વિચારણા કરી લેવી સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. વાહન ચલાવામાં ઉતાવળ કરવી નહીં. તા. ૯ મધ્યમ, ૧૦ બપોર પછી કામ રાહત થતી જાય, ૧૧ કામકાજમાં સાનુકૂળતા મળી રહે, ૧૨ ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે, ૧૩ આરોગ્યની કાળજી રાખવી, ૧૪ કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય, ૧૫ સારી સ્ત્રી વર્ગને ઠીક, વિદ્યાર્થી વર્ગે સીઝનલ- વાયરલ બીમારીથી સંભાળવું પડે.
કુંભ (ગ. સ. શ. ષ.)
સપ્તાહ દરમ્યાન આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં, દોડધામ- શ્રમમાં વધારો જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. સંતાનના કામકાજ અંગે આપને વ્યસ્તતા રહે. મહત્ત્વના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. યાત્રા- પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું, તા. ૯ સંતાનના કામ અંગે દોડધામ- વ્યસ્તતા રહે, ૧૦ વાણીની સંયમતા રાખીને કામ કરવું, ૧૧ હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. ૧૨ આકસ્મિક ખર્ચ ખરીદી જણાય, ૧૩ આપના કામકાજમાં વ્યસ્ત રહો, ૧૪ કામકાજમાં સાનુકૂળતા રહે, ૧૫ ઠીક, સ્ત્રી વર્ગને પતિ- સંતાનની ચિંતા રહે, વિદ્યાર્થી વર્ગને મધ્યમ.
મીન (દ. ચ. ઝ. થ.)
સપ્તાહના પ્રારંભે આપને કામમાં મુશ્કેલી જણાય, ઘર- પરિવાર અંગે ચિંતા રહે પરંતુ જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. આપની બુદ્ધિ- અનુભવ- આવડતથી મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. આપના કામમાં સંતાન મદદરૂપ થવાના પ્રયાસ કરે. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય. પરદેશના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે. આકસ્મિક ખર્ચ- ખરીદીને લીધે નાણાંભીડ જણાય વાહન ધીરે ચલાવવું તા. ૯ કામકાજમાં પ્રતિકૂળતા રહે, ૧૦ બપોર પછી રાહત થતી જાય, ૧૧ સીઝનલ ધંધામાં આવક જણાય, ૧૨ કામકાજમાં સાનુકૂળતા મળી રહે, ૧૩ કામકાજ અંગે દોડધામ- શ્રમ રહે, ૧૪ કોર્ટ કચેરીના કામમાં વ્યસ્ત રહો, ૧૫ મિલન- મુલાકાત થાય સ્ત્રી વર્ગને સંતાનથી હર્ષ-લાભ રહે વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સરળતા રહે.








